દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા તત્વો પોલીસ ને ચકમો આપી નિત નવી પ્રયુકિતઓથી દારૂની હેરાફેરી કરતાં હોય છે ત્યારે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે. સાંતલપુર પોલીસે પીપરાળા ચેક પોસ્ટ ખાતેથી એમ્બ્યુલન્સ વાહનમાં બનાવેલા ચોર ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસ પેટ્રોલીંગમાં હતી
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા અંગે જિલ્લા પોલીસ વડાની સુચના અનુસાર કે.કે.પંડયા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રાધનપુર,અને એસ.એસ.ચૌધરી, સર્કલ પો.ઇન્સ, રાધનપુર (કેમ્પ-સમી)નાઓના માર્ગદર્શન હેઠળ એચ વી ચૌધરી, પો.સબ.ઇન્સ સાંતલપુરનાઓ સાંતલપુર પોલીસ સ્ટાફના માણસો સાથે સાંતલપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
ચોર ખાનાની અંદરથી દારૂ મળી આવ્યો
આ દરમિયાન મળેલી બાતમી હકિકત આધારે પીપરાળા ચેક પોસ્ટ ખાતે સઘન વાહન ચેકિંગ તથા નાકાબંધી કરતાં એમ્બ્યુલન્સ વાહનના ડ્રાઇવર અને કંડકટર પીપરાળા બસ સ્ટેન્ડ આગળ એમ્બ્યુલન્સ વાહન નં- RJ.11.PA.3640ની મુકીને બાવળોની ઝાડીઓમાં અંધારાનો લાભ લઇને નાસી ગયેલ જે એમ્બ્યુલન્સ વાહનમાં કેબીનના ભાગે ડ્રાઇવર-કંડકટર શીટની પાછળ બનાવેલા ચોર ખાનાની અંદરથી ભારતીય બનાવટના વિદેશીદારૂની પેટી નંગ-95 બોટલ નંગ-1140 કિ.રૂ.2,62,200 નો મુદ્દામાલ સાથે એમ્બ્યુલન્સ વાહન નં-J.11.PA.3640 કિ.રૂ.7,00,000 મળી કુલ રૂ.9,62,200 નો મુદ્દામાલ કબ્જે કરીને સાંતલપુર પો.સ્ટે. ગુનો રજી. કરી આગળની તપાસ સાંતલપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.