પાટણ શહેરની એક ચોરીની ઘટનામાં પોલીસે કબ્જે કરેલા મુદ્દામાલને પરત મેળવવા માટે એક યુવકે પાટણની કોર્ટમાં અરજી કરી હતી. અરજી કરનાર મુદ્દામાલની જે તે વખતની ખરીદીનાં એક જ નંબરવાળા બે ખોટી રીતે રજૂ કરીને મુદ્દામાલ પરત મેળવવા માટે ખોટો દસ્તાવેજ પાટણની જ્યુડીસીયલ કોર્ટમાં રજૂ કર્યો હતો. જે અંગે પાટણની ચીફ જયુડીસીયલ મેજિસ્ટ્રેટની કોર્ટનાં રજિસ્ટ્રારે કોર્ટનાં હુકમથી મુદ્દામાલ પરત મેળવવા અરજી કરનાર સામે બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
મહેસાણાનાં રહીશ જયેશ કનુભાઇ પ્રજાપતિએ પાટણની બીજી ચીફ જ્યુડીસીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આઇ.પી.સી. 454/457/380ના મુદ્દામાલ સી.પી.યુ., કી-બોર્ડ, માઉસ, વાઇફાઇ એડપ્ટર તથા 9 નંગ કુરિયર મેળવવા માટે અદાલતમાં તા. 3-9-2021નાં રોજ અરજી કરી હતી. જે અનુસંધાને અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રેકોર્ડમાં બે અલગ અલગ બીલો અલગ અલગ વ્યક્તિનાં નામનાં હોવાથી તથા બીલ નંબર એક જ હોવાથી પ્રિસાઇડીંગ ઓફીસરે તા. 20-9-2021નાં રોજ બીલોની ખરાઇ કરીને અભિપ્રાય રજુ કરવા હુકમ કર્યો હતો.
જે અનુસંધાને પાટણ એ-ડીવીઝન પી.એસ.આઇ.એ આપેલા અભિપ્રાયમાં જણાવેલું કે, અરજદારનું નિવેદન લેતાં તેઓએ જણાવેલ છે કે, કોમ્પ્યૂટરની ખરીદી કરવા પાલનપુર ગયા ત્યારે તેમનાં બદલે વિકાસ શર્માનું બીલ ભૂલથી બનાવી દીધું હતું.
આથી તેઓએ પાછળથી જઇને આ બીલમાં સુધારો કરાવ્યો હતો. અને બંને ભૂલથી રજૂ થઇ ગયા છે. તેવું જણાવ્યું છે. પરંતુ અરજદારે જે જગ્યાએથી કોમ્પ્યૂટર ખરીદી લાવેલા છે. ત્યાંનાં દુકાન માલીકોનું પોલીસે નિવેદન લેતાં તેઓએ જણાવ્યું કે, તેમણે માત્ર વિકાસ શર્માનું નામનું બિલ ઇસ્યુ કર્યું હતું. ને જયેશ કનુભાઈ પ્રજાપતિના નામનું બીલ ઇસ્યુ કર્યું હતું.
આથી પાટણની કોર્ટે એવું તારણ કાઢ્યું હતું કે, આ કેસનાં અરજદારે ખોટું બીલ રજુ અને ઉભું કરેલું છે. આથી પાટણની કોર્ટે તા. 10-5-22નાં રોજ હુકમ કરીને અરજદાર આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવવા કહેતાં પાટણની ચીફ કોર્ટમાં રજિસ્ટ્રાર પી.એન. પાધ્યાએ બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં સે આઇપીસી 463/465/468/471/191/192મુજબ ગુનો નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.