તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છેલ્લા બે દિવસથી પાટણ શહેરમાં કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો હોવાથી વહીવટી તંત્ર સહિત આરોગ્ય તંત્ર તેમજ પોલીસ તંત્ર સતર્ક બની છે. શુક્રવારે વહેલી સવારે પાટણના બગવાડા ખાતે પોલીસની ડ્રાઇવ શરૂ થઈ હતી. જેમાં માસ્કનો દંડ ભરવા માટે પોલીસ અને રાહદારી વચ્ચે રકઝક થઇ હતી.
પોલીસ ડ્રાઇવમાં માસ્ક વગરના વાહન ચાલકો રાહદારીઓ સહિતના લોકોને અટકાવી દંડની રકમ વસૂલ આવતી હતી તે વખતે એક રાહદારી શિક્ષકના ગળામાં રૂમાલ હતો પણ રૂમાલથી મોઢું ઢાંકયુ ન હતું. તેમને પોલીસ કર્મચારીએ રોકતા પોલીસ સાથે રકઝક થઇ હતી.
પોલીસ રાહદારીને હજાર રૂપિયા રકમ ભરવા કહેતા તેમણે ઉશ્કેરાઈને રકમ ભરવાનો ઇન્કાર કર્યો હતો અને પોલીસના આ વ્યવહારથી ઊંચા ઊંચા અવાજે બોલવા લાગ્યા હતા. આ મામલે સમગ્ર લોકો એકઠા થઇ ગયા હતા. આખરે શિક્ષકને રૂપિયા ભરીને પોલીસના ચુંગમાંથી નીકળવું પડ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.