• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Police Recovered 32.166 Tolas Of Gold And 1.92 Kg Of Silver After Sending The Accused To Sub Jail In Patan Suicide Case.

દિક્ષિતા ધીવાળા આત્મહત્યા કેસ:પાટણ પોલીસે આરોપીને સબ જેલમાં મોકલ્યા બાદ કુલ 32.166 તોલા સોનુ અને 1.92 કિ.ગ્રા.ચાંદી રિકવર કર્યું

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં બહુચર્ચિત બનેલા દીક્ષિતા ઘીવાળા આત્મહત્યા કેસમાં સંડોવાયેલ આરોપી મહેશ ઠક્કરના રિમાન્ડ પૂર્ણ થતા તેને સબજેલમાં મોકલી આપ્યા બાદ પાટણ એ ડિવિઝન પીઆઇ પરમાર સહિતની ટીમ દ્વારા ગુનામાં રિકવર કરવાના બાકી રહેલા સોના ચાંદીના મુદ્દામાલ માટેની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે, જેને લઈને પોલીસે વધુ 9.190 મિલી સોનુ વેપારી પાસેથી રિકવર કરી આ કેસમાં કુલ 32.166 તોલા સોનુ તેમજ 1.92 કી ગ્રામ ચાંદી મળી અંદાજિત રૂપિયા 14,58,410 નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું પાટણ એ ડિવિઝન પીઆઈ પરમારે જણાવ્યું હતું.

પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા દિક્ષિતા ઘીવાળા આત્મહત્યા કેસમાં ફરિયાદમાં લખાવેલ મુદ્દામાલને રિકવર કરવા માટે આરોપીને જેલમાં મોકલ્યા બાદ પણ ચાલી રહેલી ઝીણવટ ભરી તપાસ ને કારણે ફરિયાદમાં લખાવેલા સોના ચાંદીના દાગીનાઓ રિકવર કરવામાં મહદ અંશે સફળતાઓ મળી રહે છે. ત્યારે પોલીસ દ્વારા ફરિયાદમાં લખાવાયેલ મુજબ મુદ્દામાલ રિકવર થાય તે માટે આરોપી ના કોલ ડીટેલ ના આધારે આરોપીના સંપર્કમાં જે જે લોકો છે તેઓને ક્રમશઃ પોલીસ મથકે બોલાવી પૂછતાજ કરી કામગીરી કરવામાં આવી રહી હોવાનું એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...