પાટણ શહેરના વેરાઈ ચકલા પાસે ગઈકાલે મામાના છોકરા અને ભણીયા વચ્ચે જૂની અદાવતને લાઇ બબાલ થઈ હતી. જેમાં ચાર આરોપીઓએ તિક્ષણ હથિયાર વડે ભાણીયા ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓને ઝડપાયાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફાંસી આપવાની માંગ કરી હતી.
મૃતકની માતાએ ફરિયાદ નોંધાવી હતી
પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં ગુરુવારની સવારે 9 વાગ્યાના અરસામાં ખૂની ખેલ ખેલાયો હતો. એક વર્ષથી ચાલતા મામા-ફોઇના છોકરાઓના ઝઘડાઓ અંત મોતથી આવ્યો હતો. જેમાં રિક્ષા ચાલક ફોઇના છોકરા પર તેના મામાના છોકરાઓએ ભરબજારે છરી વડે હુમલો કર્યો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પણ સારવાર મળે તે પૂર્વે જ તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતું. આ ઘટનામાં મૃતકની માતાએ ચાર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમને આજે પોલીસે ઝડપી પાડતા મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશન પહોંચીને આરોપીઓને ફાંસીની સજા આપવા માંગ કરી હતી. જોકે, પોલીસની સમજાવટ બાદ તેઓ પરત ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.