તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાટણના મોટી-ભાટીયાવાડ અને સાલવીવાડા વિસ્તારમાંથી 13 શકુનીઓને પોલીસે ઝડપી પાડ્યાં

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે જુગાર સાહિત્ય, વાહન અને મોબાઈલ સહિત રોકડ રકમ મળી કુલ રૂ.એક લાખ 56 હજાર 870નો મુદ્દામાલ જપ્ત કર્યો

પાટણ શહેરના મોટીભાટીયા વાડ ખાતેથી જાહેરમાં પાના પતિનો જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રકમ રૂ 60 હજાર 200ના મુદ્દામાલ સાથે સોમવારના રોજ પાટણ એ.એચ.ટી.યુ. શાખા અને એલ.સી.બી. પોલીસની સંયુક્ત ટીમે ઝડપી લઈ તમામ જુગારીયા ઈસમો સામે એ ડીવીઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર. પાટણ એ.એચ.ટી.યુ. શાખા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે પાટણ ટાઉનમાં મોટી ભાટીયાવાડ ખાતે ભાટીયા કલ્પેશ કીર્તીભાઇના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હોય જેને લઇને પોલીસ દ્વારા ઉપરોક્ત સ્થાન ઉપર ઓચિંતી રેઇડ કરતાં ભાટીયા કલ્પેશ કીર્તીભાઇ મણીલાલ (રહે.મોટી ભાટીયાવાડ પાટણવાળા)નાં ઘરમાં પાના પતિનો જુગાર રમત ભાટીયા કલ્પેશ કીર્તીભાઇ સહિત આઠ ઇસમો આબાદ ઝડપાઇ ગયા હતા.

પોલીસે સ્થળ પરથી ગંજીપાના નંગ - પર તથા રોકડા રૂપિયા 60 હજાર 200ના મુદામાલ પોલીસ હસ્તગત કરી પકડાઇ ગયેલ જુગારીયા ઈસમો વિરૂદ્ધ એ ડીવીઝન પોલીસ મથકે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો શહેરનાં સાલવીવાડા કલારવાડા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાથી એ ડીવીઝન પોલીસે જુગાર રમતા પાંચ ઈસમોને પાના પતિના સાહિત્ય, વાહનો, મોબાઈલો તેમજ સાથે રોકડ રકમ સહિત રૂ.96 હજાર 670 મુદ્દામાલ પોલીસે હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...