ગાંજો ઝડપાયો:પાટણના રાધનપુરમાં પોલીસે રૂપિયા 2.75 લાખની કિંમતના ગાંજાના છોડ સાથે એક શખ્સને ઝડપ્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બાતમીના આધારે ગાંજા સાથે ઈસમની અટકાયત કરી પોલીસે મુદ્દામાલ કબજે કરી ઈસમને રાધનપુર પોલીસને સોંપ્યો

પાટણમાં પોલીસે રૂપિયા 2.75 લાખના ગાંજા સાથે એક શખ્સની અટકાયત કરી છે. પાટણ SOG ટીમ દ્વારા બાતમીના આધારે રાધનપુર પો.સ્ટે વિસ્તારના સિનાડ ( અમરતનગર ) ગામે ખેતરમાં વાવેતર કરેલા ગાંજાના છોડ નંગ -90, વજન 27 કીલો 550 ગ્રામ કિમંત રૂપિયા 2,75,500 ના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરી છે. તેમજ રાધનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

NDPS મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈઆ બાબતે મળતી હકીકત મુજબ તારીખ 16 સપ્ટેમ્બરના રોજ SOGએ ખાનગી રાહે હકીકત મેળવી રાધનપુર પો.સ્ટેના સિનાડ ( અમરતનગર ) ગામે ઠાકોર ( નિરાશ્રીત ) અમરત રામજીભાઇ એ પોતાના માલીકી કબજા ભોગવટાના ખેતરમાં ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે ગાંજાના છોડોનુ વાવેતર કર્યુ હોવાનું ધ્યાને આવતા એસઓજી ટીમે ઠાકોર ( નિરાશ્રીત ) અમરતભાઇ રામજીભાઇને ગાંજાના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો. તેમજ NDPS એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા આરોપી તથા મુદ્દામાલ રાધનપુર પો.સ્ટે . સોપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...