તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્લેગમાર્ચ:પાટણ શહેરમાં કરફ્યુ તેમજ આંશિક લોકડાઉનનો કડક પાલન માટે પોલીસની ફ્લેગમાર્ચ યોજાઈ

પાટણ11 દિવસ પહેલા
 • પાંચ વાગ્યા બાદ ઘરની બહાર ન નીકળવા માટે પોલીસની અપીલ

પાટણ શહેરમાં કોરોના કેસના છેલ્લા ત્રણ દિવસથી રેકોર્ડ બ્રેક થતાં શહેરને સંક્રમિત થતા અટકાવવા માટે વેપારીઓ દ્વારા પાંચ દિવસ માટે સાંજે પાંચ વાગ્યાથી સવાર સુધી સ્વયંભૂ લોકડાઉન આપવાના નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સરકારે પણ મોડી સાંજે 30 એપ્રિલ સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે.

પાટણ જિલ્લા પોલીસ દ્વારા મંગળવાર રાત્રે અને બુધવારે વહેલી સવારે પાટણ શહેરમાં લોકોની જાગૃતિ માટે અને કામ સિવાય સાંજે પાંચ વાગ્યા બાદ ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી છે. તથા પોલીસની ગાડીઓના કાફલાનો કોરોના રથ સ્વરૂપે ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. તો જિલ્લા પોલીસ વડા દ્વારા શહેરમાં જાહેર જનતાને સ્વયંભૂ લોકડાઉનમાં સહકાર આપી કામ સિવાય બહાર ન ફરવા અને દિવસ દરમિયાન પણ ફરજિયાત માસ્ક કરી સોશિયલ ડિસ્ટનનું પાલન કરવા અપીલ કરી હતી.

તેમજ નિયમોના ભંગ બદલ તેમજ કર્ફ્યૂ દરમિયાન કોઈ વ્યક્તિ બહાર ફરતા પકડાશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે. પાટણ એસપીએ જણાવ્યું હતું કે આ કોરોના રથ પાટણ જિલ્લાના ચાર શહેરમાં ફરશે. જેમાં પાટણ સિદ્ધપુર, ચાણસ્મા, રાધનપુર શહેરમાં ફરી લોકોને ઘરમાં રહેવા અપીલ કરશે. અને જો કોઈ બહાર કામ વગર નીકળશે તો કાયદેસરની કાર્યવાહી કરવા ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો