પાટણ શહેરને જોડતા પશ્ચિમ વિસ્તારના હેરીટેજ લીંક રોડ પરથી બેફામ ગતિએ રેતી ભરીને પસાર થતા ટર્બોવાહનોને કારણે આ વિસ્તારમાં આવેલા સ્થાનિક રહીશોને સમસ્યાઓ ઉભી થાય છે. જેમની રજૂઆતને પગલે પાટણ એ ડીવીઝન પોલીસે તાત્કાલિક પગલા ભરી પાંચ જેટલા ટર્બોને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વર્લ્ડ હેરીટેજ માર્ગથી હારીજ હાઇવે માર્ગને જોડતા લીંક રોડ પર સુજનીપુર અને સરીયદના નદીના પટમાંથી સાંજના સમયે રેતી ભરીને આ માર્ગ પરથી મોટા પ્રમાણમાં ટર્બો ટૂંકો બેફામગતિએ પસાર થાય છે.
આ વિસ્તારમાં આશરે 25થી વધુ પોશ સોસાયટીનો વિસ્તાર આવેલો છે. સાંજના સમયે સોસાયટી વિસ્તારના સ્થાનીક રહીશો વોર્મીંગ કરવા માટે નીકળતા હોય છે...તો કેટલાક સહેલાણીઓ પ્રવાસન સ્થળ નિહાળવા માટે પણ મોટીસંખ્યામાં આવતા હોય છે.
અહીંથી પસાર થતા બેફામ ગતિએ ચાલતા ટર્બોટ્રકને કારણે મોટા અકસ્માત સર્જાય તેવો ભય પણ સેવાઇ રહ્યો છે. જેને લઇ આ વિસ્તારના જાગૃત સ્થાનીક રહીશો દ્વારા પાટણ એડીવીઝન પોલીસને જાણ કરતા એ ડીવીઝન પીઆઇની સૂચના અનુસાર ગતરોજ મોડીરાત્રે અહીંથી પસાર થઈ રહેલા પાંચ જેટલા ટ્રકોને રોકી તેઓની સઘન પૂછતાછ હાથ ધરતા 3ટર્બો ટ્રકના ચાલકો પાસે સાધનીક કાગળીયા ન હોવાથી રેતી ભરેલા ટર્બો ટ્રક સહિત અન્ય બે ખાલી ટર્બો પોલીસે ડીટેઇન કરી એમ.વી. એકટ મુજબ કાયદાનો ભંગ કરનાર આ ટર્બોચાલકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.