પાટણ શહેરમાં મકરસંક્રાંતિના પર્વને લઈને પતંગના વેપારીઓ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે શુક્રવારના રોજ પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દોરી-પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની બેઠક તેમજ ચાઈનીઝ દોરી પરના પ્રતિબંધની જનજાગૃતિ અર્થેની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ એ ડિવિઝન પોલીસ મથક ખાતે મળેલી બેઠકમાં પોલીસ તંત્ર દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી માટે બહાર પડાયેલા જાહેરનામાનું દરેક વેપારી ચુસ્તપણે પાલન કરે તે માટે અપીલ કરી ચાઈનીઝ દોરીનું વેચાણ ન કરવા જણાવ્યું હતું. કોઈપણ વેપારી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ તંત્ર દ્વારા સૂચવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાઈનીઝ દોરી માટેની જનજાગૃતિ અર્થે રેલી યોજી લોકોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.