તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રાધનપુરમાં મોટા ભાઇ અને બે ભત્રીજાએ નાનાભાઇને માર મારતાં પોલીસ ફરિયાદ

પાટણ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મારી બે દીકરીઅોને તેની મમ્મી કેમ ગાળો બોલે છે તેમ કહેતાં મામલો બિચક્યો
 • રાધનપુર પોલીસે બે પુત્રો અને પિતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાધનપુરમાં સામાન્ય બાબતે મારા મારી થતાં ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે. રાધનપુર પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન લઈ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. રાધનપુરના રવિધામ રહેતાં કિરણભાઇ કુબેરભાઇ મકવાણા બુધવારે રાત્રે તેમના ઘરેથી તેમના બાપુજીને ફોન કરી કહેલ કે મારી બે દિકરીઅોને સવારે તેની મમ્મી કેમ ગાળો બોલતા હતા. અા બાબતે તેના પિતાજીઅે કહેલ રવિધામ અાવ અાપણે બેસીને વાત કરીઅે તેવુ કહેવા લાગ્યા હતા.

અા બાબતે તેઅો રવિધામ ખાતે ગયેલા અને તે વખતે તેના બાપુજીનુ ઉપરાણુ લઇને તેના મોટાભાઇ પ્રવિણભાઇ, તેમનો દિકરા ભાવેશ અને વિનોદ અેકદમ ઉશ્કેરાઇ જઇને ગાળો બોલવા લાગ્યા હતા. જ્યાં ગાળો બોલવાની ના પાડતા ભત્રીજો ભાવેશ તેના હાથમાંની પાઇપ કપાળના ભાગે મારીને ઇજાઅો પહોંચાડી હતી. તેમજ ભાઇ પ્રવિણભાઇ તેમજ બીજા ભત્રીજા વિનોદે ગદડા પાટુનો માર માર્યો હતો. અા અંગે ઇજાગ્રસ્ત કિરણભાઇ મકવાણાઅે રાધનપુર પોલીસ મથકે ભાવેશભાઇ પ્રવિણભાઇ મકવાણા, પ્રવિણભાઇ કુબેરભાઇ મકવાણા અને વિનોદભાઇ પ્રવિણભાઇ મકવાણા (રહે.રવિધામ) સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યાં રાધનપુર પોલીસે પિતા અને બે પુત્રો સહિત ત્રણ સામે મારા મારી સહિતની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો