તૈયારીઓનું માર્ગદર્શ:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના સ્પોર્ટ ગ્રાઉન્ડમાં LRDના ઉમેદવારોને પોલીસ વડાએ માર્ગદર્શ આપ્યું

પાટણ4 દિવસ પહેલા
  • ભરતી પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારોને જુદા જુદા પોલીસ અધિકારીઓ નિત્ય માર્ગદર્શ અપાશે: પોલીસ વડા

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ ગ્રાઉન્ડ પોલીસ ભરતી માટેની તૈયારી કરી રહેલાં ઉમેદવારોને મંગળવારના રોજ પાટણ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા શારીરિક કસોટી માટેનું માગૅદશૅન આપવા જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો હતો.

ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગુજરાતમાં લાંબા સમય બાદ LRDની 10 હજારથી પણ વધુ જગ્યાઓ માટે તાજેતરમાં ભરતી બહાર પાડવામાં આવી છે જે ભરતી માટે સમગ્ર ગુજરાત માંથી અંદાજીત 9.50 લાખ જેટલા ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેઓની આગામી તા.3 ડિસેમ્બરના રોજ શારિરીક પરીક્ષા લેવામાં આવનાર છે.

ઉમેદવારો પણ હાલમાં શારીરિક કસોટી માટે આકરી તૈયારી કરી રહ્યા છે. તો ઘણા ઉમેદવારો શારીરિક કસોટી માટે મેદાન ન હોવાથી ખેતરમાં કે અન્ય ખુલ્લી જગ્યા પર દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે. એવામાં રાજ્યના છેવાડાના ઉમેદવારો પોલીસમાં ભરતી થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ મદદ કરવામાં આવી રહી છે.

પાટણ જિલ્લામાંથી પણ મોટીસંખ્યામાં યુવાનો અને યુવતીઓ એ પોલીસમાં ભરતી માટે ઉમેદવારી નોંધાવી હોય જે તમામને પોલીસ ભરતી માટેનું સચોટ માર્ગદર્શન મળી રહે તેવા ઉદ્દેશથી મંગળવારના રોજ પાટણ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ પાટણના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પોલીસ વડાનાં અધ્યક્ષ સ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ ગ્રાઉન્ડ મેદાનમાં સવારે 6:30 વાગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં આયોજિત આ માર્ગદર્શન સેમીનારમાં ઉપસ્થિત રહેલા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ઉમેદવારોને પોલીસ ભરતી માટેની તૈયારી વિશે સચોટ માર્ગદર્શન પુરૂ પાડી જ્યાં સુધી ભરતી પરિક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી પાટણ જિલ્લાના તમામ ઉમેદવારોને નિત્ય પોલીસ વિભાગના વિવિઘ અધીકારીઓ દ્વારા પરિક્ષા લક્ષી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

યુનિવર્સિટી સ્પોટૅ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ માગૅદશૅન સેમિનારમાં જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી પોલીસ ભરતીમાં જોડાનાર પાટણ જિલ્લાના ઉમેદવારોને માગદશૅન પુરૂ પાડી ઉમેદવારો નો ઉત્સાહ વધાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...