તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ચાણસ્મામાંથી ચોરાયેલી ઇનોવા સાથે રાજસ્થાનના શખ્સને પોલીસે ઝડપ્યો

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પકડાયેલ આરોપી - Divya Bhaskar
પકડાયેલ આરોપી
 • ચાણસ્મામાંથી ચોરાયેલી ઇનોવા સાથે રાજસ્થાનના શખ્સને પોલીસે ઝડપ્યો

ધાનેરા પોલીસે શુક્રવારે લેલાવા ગામ પાસેથી ચાણસ્માથી ચોરાયેલી ઇનોવા ગાડી સાથે રાજસ્થાનના શખસને ઝડપી લીધો હતો. ધાનેરા પોલીસ શુક્રવારે મોડી સાંજે પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન ધાનેરા તરફથી આવતી ઇનોવા ઉભી રખાવી તપાસ કરતાં ચાલક કાગળો બાબતે ગલ્લા તલ્લા કરતાં પોલીસે ગાડી ચાલકનુ નામ પુછતા તેનું નામ નીમ્બારામ ભગવાનરામ વીશ્નોઇ (ઉં.વ.28, રહે.રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.

પોલીસને શક જતાં તેની પાસે રહેલ ઇનોવા ગાડી નંબર જીજે-24-કે-8282 ના સાધનીક કાગળો માંગતા નહીં હોવાનું જણાવતા ગાડી પ્રથમ દ્રષ્ટીએ ચોરી કરી હોવાનું જણાતા પોલીસની ટીમે ઇ-ગુજકોપ એપમાં વાહનનો નંબર નાખી તપાસ કરતાં માલીકનું નામ હીમાંશુકુમાર જીતેન્દ્રભાઇ પટેલ (રહે.ચાણસ્મા, જીલ્લો-પાટણ) હોવાનું જાણવા મળ્યું હતું. ચાલકની પુછપરછ કરતા ચાણસ્માથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આ શખસના રીમાન્ડ દરમિયાન વધુ ચોરીના ભેદ ઉકેલાય તેમ પણ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો