તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુચના:શહેરમાં હોલિકાદહનમાં અને ધુળેટીમાં જમાવડો નહીં કરવા પોલીસની અપીલ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોકો સાથે બેઠક કરી

પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓએ લોકો સાથે બેઠક કરી કોરોના મહામારીના કારણે હોળી-ધૂળેટીની ઉજવણીમાં લોકો ભેગા ન થવા માટે સુચના આપવામાં આવી હતી. હોળી-ધૂળેટીના તહેવારોના પગલે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓએ લોકો સાથે બેઠક કરી હતી.

જેમાં કોરોનાના કારણે દરેકની સુખાકારી જળવાય તે માટે હોલીકા દહનમાં વધારે લોકોએ ભેગા ન થવા તેમજ તહેવારોમાં ફરજિયાત માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તેમજ ઓછા લોકોએ ભેગા થવા માટે સૂચન કર્યું હતું. ઉપરાંત હોળી-ધુળેટીના તહેવારોમાં શાંતિ જળવાઈ રહે અને કાયદાનું પાલન થાય તેમજ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો