રસીકરણનો પ્રારંભ:પાટણમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ની ઉપસ્થિતમાં ન્યુમોકોકલ કોંજુગેટ રસી નો પ્રારંભ કરાયો

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાણાવટી સ્કુલની બાજુમાં આવેલી આંગણવાડી કેન્દ્ર તથા કોમ્પ્યુનીટી હોલ સહિતના નિયત સ્થળો ઉપર રસીકરણનો પ્રારંભ કરાયો
  • જિલ્લાનાં 2500 બાળક માટે ન્યુમોકોકલ કોંજુગેટ રસીના 2500 ડોઝ ફાળવાયા

ગુજરાત સરકાર દ્વારા તંદુરસ્ત સમાજના નિર્માણને સાર્થક બનાવવા ન્યુમોકોકલ કોંજુગેટ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અનુસંધાને આજે પાટણના સુભાષચોક ખાતે નાણાવટી પ્રાથમિક શાળા સમીપ આવેલા આંગણવાડી કેન્દ્ર ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંધ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાની ઉપસ્થિતિ વચ્ચે ન્યુમોકોકલ કોંજુગેટ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.

પાટણ જિલ્લામાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાટણ ખાતે નાણાવટી સ્કુલની બાજુમાં આવેલી આંગણવાડી કેન્દ્ર તથા કોમ્પ્યુનીટી હોલ, રામનગર, બોરસણ સહિતના નિયત સ્થળો ઉપર ન્યુમોકોકલ કોંજુગેટ રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, 6 અઠવાડીયા બાદ બાળકોને પ્રથમ ડોઝ અને 14 અઠવાડીયા બાદ બીજો ડોઝ અને નવ માસના બાળકને બુસ્ટર ડોઝ આપવામાં આવશે. સરકારના આ અભિગમને આવકારતા તેમણે જણાવ્યું હતું કે, તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સરકારે આ અભિયાન હાથ ધર્યું છે.

નોંધનીય છે કે, કોરોના સમયે ન્યુમોનીયા થતો હોય છે. ત્યારે બાળકોને આ ન્યુમોનીયા જેવા ઘાતક રોગથી સુરક્ષિત થાય તે દિશામાં સરકારે આ અભિયાનનું આયોજન કર્યું છે.અને સરકાર દ્વારા બાળકોને વિનામૂલ્યેઆ રસી આપવામાં આવશે.

આ વેક્સિન પહેલાં ખાનગી દવાખાનામાં અંદાજે 2000 થી 2500 રૂપિયામાં આપવામાં આવતી હતી જે હવે સરકારી દવાખાનામાં વિના મૂલ્યે આપવામાં આવશે તેવું કલેકટર સુપ્રિતસિઘ ગુલાટીએ જણાવ્યું હતું. ઇન્ચાર્જ આરસીએચઓ ડો. દિવ્યેશ પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં દોઢ માસના 2500 જેટલા બાળકો છે તેમને રસી આપવા માટે 2500 ડોઝ મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...