સ્નેહમિલન:પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતે આપેલા આત્મનિર્ભર, બદલાતા ભારતના ભગીરથ અને મનિષી છે, જે ટાર્ગેટથી કામ કરે છે

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં જિલ્લા ભાજપના સ્નેહમિલનમાં જિલ્લાની ચાર બેઠકો કબજે કરવા કાર્યકરોને જોમવંતા કરાયા

પાટણ ખાતે જિલ્લા ભાજપનું નૂતનવર્ષ સ્નેહમિલન યોજવામાં આવ્યુ હતું જેમાં કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ આપવા સાથે આગામી ચૂંટણી માટે 'નેતા' તરીકે કાર્યક્ષેત્રમાં કામે લાગી જવા તેમજ જિલ્લાની તમામ ચાર વિધાનસભા બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ કરવા જોમવંતા કરાયા હતા. આ પ્રસંગે મંદસોર મધ્યપ્રદેશના સાસદ સુધીર ગુપ્તાએ દેશ ઝડપથી બદલાઈ રહ્યો છે. આત્મનિર્ભર બની રહ્યો છે અને તે કામ વડાપ્રધાન કરી રહ્યા છે આ માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્તમાન ભારતના ભગીરથ અને મનીષી ગણાવ્યા હતા.

સ્નેહમિલનમાં સહપ્રભારી સુધીર ગુપ્તાએ જણાવ્યું કે ભારતભૂમિને સોનાની ચીડીયા ગણવામાં આવે છે પરંતુ વિતેલા વર્ષોમાં ઘણું બધું ગુમાવ્યું છે. સોનાની ચીડીયા અને ડાળ નજર આવતી ન હતી પરંતુ તે ભવ્ય વૈભવ પાછો આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી તેના ભગીરથ છે. ગુજરાતે દેશને ભગીરથ આપ્યા છે. તેમના નેતૃત્વમાં ભગવદ ગીતા તાજમહેલના સ્થાને ભારતના પ્રતીક તરીકે પ્રસ્થાપિત થઈ ચુક્યું છે. કાશી મથુરા કેદારનાથ તમામમાં બદલાવ થઈ રહ્યો છે. દેશ ઝડપથી આત્મનિર્ભર થઈ રહ્યો છે. અસંખ્ય વસ્તુઓ નિકાસ થઈ રહી છે.

જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકામાં ભાજપની બહુમતી હોય તો વિધાનસભામાં કેમ નહીં. આ વખતે ચારેય બેઠકો જીતવાના સંકલ્પ લઈને અત્રેથી જઈશું.યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રજની પટેલ, પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર, પ્રદેશ સંયોજક કે સી પટેલ, જીઆઇડીસી ચેરમેન બળવંતસિંહ રાજપૂત, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇ,ભાવેશ પટેલ વગેરેએ શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...