તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકીય પ્રવૃત્તિ:ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જરૂરીયાતમંદ પરીવારોને પ્લાસ્ટિકની તાડપત્રીનું વિતરણ કરાયું

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાયન્ટસ પાટણ પરિવારની સેવાકીય પ્રવૃત્તિને પાલિકા પ્રમુખે સરાહનીય લેખાવી

માનવ સેવા એજ પ્રભુ સેવા મંત્રને ચરિતાર્થ કરતાં જાયન્ટ્સ પાટણ પરિવાર દ્વારા શનિવારના રોજ પાટણ નગર પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલની ખાસ ઉપસ્થિતમાં શહેરનાં ન્યૂ સંતોકબા હોલ ખાતે હાસાપુર ડેરી પાસે વસ્તા જરૂરિયાત મંદ પરિવારોને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિકની તાડપત્રી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ સેવાકીય પ્રોજેકટને પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે સરાહનીય લેખાવી તેઓનાં વરદ હસ્તે 60 જેટલા જરૂરિયાત મંદ પરિવારોને ચોમાસામાં તેઓનાં કાચા ઝુપડાઓમા વરસાદી પાણી ન પડે તે માટે પ્લાસ્ટિકની તાડપત્રી વિતરણ કરી હતી.

આ પ્રોજેક્ટમાં ઉપસ્થિત રહેલા જાયન્ટસ પાટણ પ્રમુખ નટુભાઈ દરજી સહિતના સભ્યો દ્વારા કોરોના સમયમાં એક દાદાના મૃતદેહને તેના પરિવારે સ્વીકારવાનો ઇનકાર કરતા પાટણ નગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ઋતુબેન ઠાકોર અને અન્ય બે મિત્રો દ્વારા કોરોના વોરિયર્સ બની તેમના જીવની પરવા કર્યા વિના અંતિમ સંસ્કાર કરવા બદલ કોરોના વોરિયર્સ તરીકે તેઓનું સન્માન કરી દત્તક લીધેલા બાળકને ભણવા માટે નોટબુક અને કંપાસ કલર જેવી કીટ અપૅણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...