તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ત્રીજી લહેરને ધ્યાને લઇ જિલ્લામાં 700થી વધુ બેડ વધારવા આયોજન

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુર અને રાધનપુરમાં સૌથી વધુ સુવિધા કરાશે

પાટણ જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેર શાંત પડી રહી છે તેમ છતાં ત્રીજી લહેર આવવાની શક્યતાઓને ધ્યાને લઇને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પાટણ ધારપુર સિધ્ધપુર અને રાધનપુર ખાતે ૭૦૦ થી વધુ બેડની સુવિધા ઉભી કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે .જિલ્લામાં ત્રીજી લહેર ની અસર ઓછી થાય તે માટે તાલુકા મથકોએ પણ ઓક્સિજન પ્લાન્ટ ની સુવિધા કરવામાં આવી રહી છે જ્યારે વેક્સિનેશન વધુમાં વધુ થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર ના કોરોના ઇન્ચાર્જ ડો. અક્ષય પ્રજાપતિએ જણાવ્યું હતું કે ધારપુર સિવિલ હોસ્પિટલમાં વધુ 50 બેડ ગોઠવવાનું અને પાટણ સિવિલ હોસ્પિટલમાં 80 બેડનું આયોજન કરાયું છે. સિદ્ધપુર ખાતે જનરલ હોસ્પિટલમાં ૨૧૦ અને રાધનપુર ખાતે ૪૦૦ બેડની સુવિધા કરવા માટે પ્રાથમિક તબક્કે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વધઘટ થઇ શકે છે. જાહેર જનતામાં વેક્સિનેશન વધારવા માટે ગામેગામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે પાટણ તાલુકા હેલ્થ ઓફિસર ગૌરાંગ પરમાર દ્વારા કુણઘેર તેમજ અન્ય આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઇ સ્ટાફ સાથે વેક્સિનેશન વધારવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...