સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:સાંતલપુરના પીપરાળામાં સૌથી ઓછું 74.39 અને ડાલડીમાં સૌથી વધુ 95.01 ટકા મતદાન

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં 21 ગ્રામ પંચાયતોમાં સરેરાશ 85.20 ટકા મતદાન
  • વારાહીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે મતગણતરી થશે

સાંતલપુર તાલુકાની 21 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 85.20 ટકા મતદાન યોજાયું હતું. સ્થાનિક ચૂંટણીમાં જંગી મતદાન થતા ગ્રામ પંચાયતોની ચૂંટણી રસપ્રદ રહેવા પામી હતી. બીજી તરફ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં શીલ છે ત્યારે ઉમેદવારો પણ પોતપોતાની જીત ના દાવાઓ કરી રહ્યા છે સાચું ચૂંટણી પરિણામ આજે મત પેટી ખુલ્યા બાદ જ જાણી શકાશે. વારાહી ખાતે સવારે નવા વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી મતગણતરી શરૂ થશે અને સાંજ સુધી ચાલવાના અણસાર આવી રહ્યા છે.

બીજી તરફ સાંતલપુર તાલુકાની મતદાનની ટકાવારીની વાત કરવામાં આવે તો સાંતલપુર તાલુકામાં વાત કરવામાં આવે તો સૌથી વધુ મતદાન ડાલડી ગ્રામ પંચાયતમાં યોજાયું હતું જેમાં 1002 કુલ મતદારોમાંથી 952 મતદારોએ મતદાન કરતા 95.01 ટકા મતદાન નોંધવા પામ્યું હતું જે તાલુકાનું સૌથી વધુ મતદાન યોજાયું હતું. બીજી તરફ પીપરાળા ગ્રામ પંચાયતમાં સૌથી ઓછું 74.39 ટકા મતદાન નોંધવા પામ્યું હતું. જેમાં કુલ 1808 મતદારો માંથી 1345 લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તાલુકાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાલુકાની 21 ગ્રામ પંચાયતોમાં રવિવારે દિવસભર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન સંપન્ન થયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો. આજે વારાહી ખાતે સવારથી મત ગણતરી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...