તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:સિદ્ધપુરની ટ્રેડિંગ અને માર્કેટિંગ કંપની સાથેપાઈપના વેપારમાં રૂ. 10 લાખની છેતરપિંડી

પાટણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજસ્થાન અને નવી દિલ્હીમાં કારોબાર કરતા બે સામે સિદ્ધપુરમાં ફરિયાદ

સિદ્ધપુરમાં પથ્થર પોળ વિસ્તારમાં રહેતા અંકિતભાઈ ભરતભાઈ રામીએ બી હિન્દુસ્તાની પોલીમર્સ નામે ટ્રેડિંગ અને માર્કેટિંગ કંપની ચલાવે છે. અને નવી દિલ્હીની પીઓટી પ્લાસ્ટિક ઓનલાઈન ટ્રેડ લિમિટેડ નામની કંપની સાથે વ્યાપાર કરે છે. જેમાં તેઓ પીવીસી પાઇપ ગ્રેડ પ્રોડક્ટની લે વેચનું કામ કરી રહ્યા છે. તેમને 30 નવેમ્બરે પીઓટી પ્લાસ્ટિક ઓનલાઇન ટ્રેડ લિમિટેડના માલિક પ્રસન મિત્તલ દ્વારા 11 ટનનો ઓર્ડર આપ્યો હતો અને બીજા દિવસે તેમણે બીજી ડીલ માટે કહેતા તેમના પિતા સંજીવ મિતલ સાથે વાતચીત કરીને ઓર્ડર આપી એડવાન્સમાં રૂપિયા 100000 આરટીજી એસ દ્વારા મોકલી આપ્યા હતા.

આ પછી પ્રસન મિત્તલના જોધપુર ખાતે આવેલ ગોડાઉનમાંથી લઈને ત્યાંથી માલ મેળવીને તે જથ્થો બીજા ગ્રાહક બીએસ પોલીમસ આગરા ખાતે પહોંચાડ્યો હતો. પરંતુ આ જથ્થો ઓર્ડર થયા મુજબ નો ન હોવાનું આગ્રાની કંપની દ્વારા જાણવા મળતાં તે અંગે પ્રસન્ન મિત્તલને ફોનથી વાત કરતાં તેમણે જે માલ ડિફરન્ટ આવેલ હશે તે બે દિવસમાં ઉપાડી લેવાની ખાતરી આપતા ગાડી ખાલી કરાવી હતી. પણ શંકા જતાં માલની ચકાસણી કરાતાં તે હલકી ગુણવત્તાનો જણાતા મિત્તલ સાથે વાત કરતાં મારી મરજી હશે તો માલ લઈશ તમારે જે થાય તે કરી લેવા અને વધારે આઘાપાછા થશો તો ઉપાડી જવાની ધાક-ધમકી આપી હતી.

આખરે સંજીવ મિત્તલ અને પ્રસન્ન મિત્તલ દ્વારા ઓર્ડર મુજબનો રૂપિયા 1026069નો માલ ન મોકલી તેને બદલે બ્લેક બ્લુ ગ્રીન ગ્રે પિંક અને લોટનો હલકી ગુણવત્તાનું માલ મોકલી ઠગાઈ કરતા બંને સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો