તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાઇપલાઇનનું શિફટીંગ કરાશે:પાટણનાં ભુગર્ભ ગટરથી વંચિત નવા 53 વિસ્તારોમાં બચત ગ્રાન્ટમાંથી પાઈપ નખાશે

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓવરબ્રીજને લઇને લાઇન શિફ્ટીંગનાં 56 લાખનાં ખર્ચે ટેન્ડર મંજુર કરાયું

પાટણ શહેરનાં ઓ.જી. તથા નવા વિકસિત વિસ્તારો કે જે ભુગર્ભ ગટરથી વંચિત રહ્યા હતા તે વિસ્તારોમાં ફ્રેઝ -3ની બચત ગ્રાન્ટમાંથી ગામી 10 દિવસમાં બચત ગ્રાન્ટમાંથી જોડાણો માટે નવી પાઇપલાઇનો નંખાશે. આવા શહેરનાં 53 વિસ્તારો છે. આ ઉપરાંત જે વિસ્તારોમાં તાજેતરમાં નવી ભુગર્ભ ગટર લાઇનો નાંખવા માટે રોડ તોડવાની ફરજ પડી હતી તેના રિપેરીંગ અને નવા રોડ બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરાશે.

પાટણનાં સિધ્ધપુર ચાર રસ્તા પાસે હાલમાં ઓવરબ્રીજની કામગીરીને અનુલક્ષીને જુની ભુગર્ભ ગટર પાઇપલાઇનનું શિફટીંગ કરવાનું હોવાથી તેના માટે કરાયેલી ટેન્ડર પ્રક્રિયા પુરી થઇ ગઇ છેને તે અંગે આવેલા બે ઠેકેદારોનાં ટેન્ડરોને નગરપાલિકામાં ખોલવામાં આવ્યા હતા. જે 4.50 ટકાએ બોવ આવ્યા હતા. રૂ. 56 લાખનાં ખર્ચે લાઇના શિફટીંગ માટે નેગોસિયેશન કર્યા બાદ એલ -1 કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપાઇ હતી . આ કામની મંજુરી કારોબારીમાં લઇને સામાન્ય સભામાં બહાલી માટે મુકશે.

અન્ય સમાચારો પણ છે...