પાટણ ડીસા હાઇવે માર્ગ પર ભાટસણ ગામ નજીક સીએનજી પંપ પર ઇકો વાહનમાં ગેસ ભરવા સમય મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, આ ઘટનામાં સીએનજી પંપ આવેલા અન્ય વાહન ચાલકો સહિત મુસાફરોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
જાણવા મળતી માહિતી મુજબ પાટણ ડીસા હાઇવે માર્ગ પર ભાટસણ ગામ નજીક આવેલ સીએનજી પંપ પર એક ઇકો ગેસ રિફિલિંગ કરાવવા આવી હતી. ત્યારે સીએનજી પંપના કર્મચારીએ ઇકો વાહનની આગળની ડેકી ખોલી નોઝલ પાઇપ વડે ગેસ ભરી રહ્યો હતો. તે સમયે અચાનક નોઝલ પાઇપમાં પ્રેસર વધતા ગેસ ભરી રહેલ કર્મચારીના હાથમાંથી છુટી જતા ગેસ ચારે તરફ બહાર નીકળવા લાગ્યો હતો. જેની સીએનજી પંપ પર ઉભેલા અન્ય વાહન ચાલકો સહિત ઇકો વાહનમાં બેઠેલા મુસાફરો સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા. ત્યારે સર્જાયેલો અફડાતફડીનો માહોલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. જોકે, આ ઘટનામાં સીએનજી પંપ કર્મચારીની સમયસૂચકતાને લઇ આગની મોટી દુર્ઘટના ટળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.