તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરતીની શારીરિક કસોટી:ઉ.ગુની 6 પાલિકામાં ફાયર સેફ્ટી સ્ટાફની ભરતી માટેની શારીરિક કસોટી પરીક્ષા પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં યોજાશે

પાટણ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પારદર્શક રીતે ભરતી થાય માટે વીડિયોગ્રાફી સાથે ઉમેદવારોની ચકાસણી કરાશે મહેસાણા, હિંમતનગર, મોડાસા, માણસા, પાલનપુર અને પાટણ મળી 6 પાલિકામાં ભરતી

ગાંધીનગર ઝોનમાં આવતી ઉત્તર ગુજરાતની 6 પાલિકાઓમાં ફાયર સેફટી વિભાગમાં વર્ગ 2 અને 3ની ભરતીના ઉમેદવારોની શારીરિક ચકાસણી પરીક્ષા પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે 19થી 25 ફેબ્રુઆરી સુધી યોજાશે. જેમાં દોડ, કૂદ, સ્વિમિંગ અને રસા-ચડાઈ જેવી કસોટીઓ લેવામાં આવશે. અંદાજે ઉત્તર ગુજરાતમાંથી 1215 ઉમેદવારો રજીસ્ટ્રેશન થયેલું છે. જેમની તારીખ વાઈઝ અલગ અલગ દિવસે પરીક્ષા યોજાશે. પ્રથમવાર ભરતી પારદર્શક રીતે થાય માટે વીડિયોગ્રાફી સાથે ઉમેદવારોની ચકાસણી કરવામાં આવશે.

19થી 25 ફેબ્રુઆરી સુધી શારીરિક કસોટી લેવાશે સરકાર દ્વારા પાલિકાઓમાં ખાલી પડેલી ફાયર સેફ્ટી વિભાગમાં ફાયરમેન સહિતની વિવિધ વર્ગ -2 અને 3ની ભરતી જાહેર કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારી ફોર્મ ભરનાર ઉમેદવારોની શારીરિક ચકાસણી પરીક્ષાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં ઉ.ગુ માં આવેલી મહેસાણા, હિંમતનગર, મોડાસા, માણસા, પાલનપુર અને પાટણ મળી 6 પાલિકામાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોની શારીરિક ચકાસણીની પ્રક્રિયા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં યોજાનાર છે. આ શારીરિક ચકાસણી પરીક્ષા 19થી 25 ફેબ્રુઆરી સુધી લેવાશે. જેમાં વહેલી સવારે 6:30 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે તેવું હેમ.યુનિનાં શારીરિક નિયામક ડૉ.ચિરાગ પટેલે જણાવ્યું હતું,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો