ભાવમાં વધારો:પેટ્રોલના ભાવ 29 પૈસા વધતાં 100.07 ડિઝલમાં 38 પૈસા વધતાં રૂ. 98.96 થયા

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પંદર દિવસમાં ભાવ રૂ. 2 વધતાં વાહન ચાલકોનું બજેટ ખોરવાયું
  • પાટણના​​​​​​​ પંપો પર રોજ પેટ્રોલ 15000 લીટર, ડીઝલ 6000 લીટર વેચાણનો અંદાજ

પાટણ શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતાં છેલ્લા પંદર દિવસમાં જ 2 રૂપિયા ભાવ વધ્યા છે. જેમાં બુધવારે પેટ્રોલના ભાવ રૂ. 99.78 પૈસા તેમજ ડીઝલ રૂ. 98.58 પૈસા હતું. જેમાં પેટ્રોલના ભાવમાં વધુ 29 પૈસાનો વધારો થતાં ભાવ રૂ. 100 ઉપર પહોંચ્યો છે. તો ડિઝલમાં 38 પૈસાનો વધારો થતાં રૂ. 98.96 પૈસા આવતા રૂ. 100 નજીક પહોંચવા થયો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા વાહનચાલકોના બજેટ ખોરવાયાં છે.

પાટણ શહેરમાં રોજ 15 હજાર લીટર પેટ્રોલ અને 6 હજાર લીટર ડીઝલ વેચાણ થાય છે
પાટણ શહેરની અંદર કુલ 6 જેટલા પંપ છે. જેમાં એક પંપ પર સરેરાશ 2500 થી 4000 લીટર પેટ્રોલ અને 1000 થી 1200 લીટર ડિઝલનું વેચાણ થઈ રહ્યું હોય અંદાજે શહેરમાં એક દિવસમાં 15 હજાર લીટર થી વધુ પેટ્રોલ અને 6 હજારથી વધુ ડિઝલનું પંપો પરથી વેચાણ થઈ રહ્યું હશે.તેવું પેટ્રોલ પંપના મેનેજર કમલેશ કડીયાએ જણાવ્યું હતું.

ગેસ વાળી ગાડીઓ લઈને મુસાફરી કરવા મજબૂર
ગાડી ચાલક ઉમેદસિંહે જણાવ્યું હતું કે હાલમાં પેટ્રોલના ભાવમાં ગાડી ફેરવી ખૂબ મોંઘી પડે છે. પેટ્રોલમાં 1 કિમી 5 થી 7 માં પડે ત્યારે સામે ગેસ વાળી ગાડીમાં 2 માં 1 કિમી ગાડી ચાલે છે. એટલે હું બહાર જાઉં તો મારી પેટ્રોલ ની ગાડી મૂકી મિત્રની ગેસની ગાડી લઈને જ જાઉં છું એ સસ્તી પડે છે.

અન્ય સમાચારો પણ છે...