• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Personality Development Courses For Character Building Will Be Started In All The Colleges Affiliated To The University.

શિક્ષણ:યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં છાત્રોમાં ચારિત્ર ઘડતર માટે પર્સનાલિટી ડેવલોપમેન્ટ કોર્સ શરૂ કરાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી, બીએપીએસ સ્વામિનારાયણ વચ્ચે અભ્યાસ કરવા એમ.ઓ.યુ થશે
  • 19 સપ્ટે​​​​​​​.ના રોજ પ્રખ્યાત મોટિવેશન ગુરુ ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન થાય અને ઉત્તમ ચરિત્ર સાથે પોતાની કારકિર્દી કરે તેવા આશય સાથે દરેક કોલેજોમાં પર્સનાલિટી ડેવલોપમેન્ટ શરૂ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ અભ્યાસ અંતર્ગત સ્વામિનારાયણ બીએપીએસ સ્વામિનારાયણ સાથે એમઓયુ કરવામાં આવનાર છે. પ્રખ્યાત મોટીવેશન ગુરુ જ્ઞાનવત્સલ સ્વામી પણ ઉપસ્થિત રહેનાર છે.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અને બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર પાટણના સંયુક્ત ઉપક્રમે આગામી 19 સપ્ટેમ્બરના રોજ ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશન વિષય ઉપર વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદબોધનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડૉ.જ્ઞાનવત્સલ સ્વામી ઉપસ્થિત રહીને શ્રોતાઓને ઉદબોધન કરશે. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં શિક્ષણ કાર્ય સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન થાય તે માટેનો વિદ્યાર્થી પર્સનાલિટી ડેવલોપમેન્ટનો એક એક્સ્ટ્રા કોર્સ શરૂ કરવામાં આવનાર છે. આ કોર્સના અભ્યાસ અંતર્ગત બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા સાથે એમ.ઓ.યુ કરવામાં આવશે.

અભ્યાસની તમામ જવાબદારી આ સંસ્થા દ્વારા લેવામાં આવશે. ડૉ.જ્ઞાનવત્સલ સ્વામીના ઉદબોધન પાટણ સહિત ઉત્તર ગુજરાતના ભક્તો લાભ લઇ શકે તે માટે ઓનલાઇન લાઈવ પ્રસારણનું યુનિ દ્વારા આયોજન કરાયું છે. તેવું કુલપતિ ડૉ. જે.જે.વોરાએ પ્રેસ મિટીંગ કરી માહિતી આપી હતી. જેમાં પ્રોફેસર અશ્વિન મોદી, સભ્ય સ્નેહલ પટેલ તેમજ બી.એ.પી.એસ સંસ્થાના સભ્ય હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...