તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમધક્કા:પાટણમાં 2 કેન્દ્રો પર સમય કરતાં વહેલા રસીકરણ બંધ કરતા લોકોને ધરમધક્કા

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસ રસીકરણ શરૂ કરાતા જિલ્લાના 134 કેન્દ્રો પર 9431 લોકોએ રસી લીધી

અત્યાર સુધી કોરોના વેક્સિન લેવા માટે લોકોને સમજાવવા પડતા હતા હવે લોકો સામેથી વેક્સિન લેવા માટે કેન્દ્ર સુધી આવી રહ્યા છે. ત્યારે સરકાર અને તંત્રના કર્મચારીઓની લાલીયાવાડીના કારણે વેક્સિન લેવા માટે લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. સતત ત્રણ દિવસ સુધી રસીકરણ બંધ રાખ્યા બાદ શનિવારે વેક્સિનેશન શરૂ કરવામાં આવતા પાટણ શહેરમાં રસી લેવા માટે લોકોનો ઘસારો રહ્યો હતો પરંતુ સિવિલ હોસ્પિટલ અને બગવાડા દરવાજા ખાતે સાંજે સમય કરતા વહેલા રસીકરણ બંધ કરી દેવામાં આવતા વેક્સિન લેવા માટે કેન્દ્ર સુધી આવેલા લોકોને ધક્કો ખવડાવી પરત મોકલ્યા હતા.

વેક્સિનેશનના 3દિવસના વિરામ બાદ શનિવારે પાટણ જિલ્લાને કોવિશીલ્ડ અને કો વેક્સિનના 14900 ડોઝ મળ્યા હતા તેમાંથી 14000 ડોઝ ફિલ્ડમાં આપ્યા હતા અને 900 ડોઝ જિલ્લા કક્ષાએ રાખ્યા હતા. 134 કેન્દ્રો પર રસીકરણ કર્યું હતું જેમાં કુલ 9431 લોકોએ રસી લીધી હતી. એટલે 5496 ડોઝ વધ્યા હતા આ અંગે જિલ્લા આરોગ્ય તંત્રના ડો અક્ષય પ્રજાપતિએ જણાવ્યું કે રસીનો બીજો જથ્થો લેવા માટે ગાડી મોકલી છે. આપશે તો લઈને આવશે નહિ તો વધેલા 5496 ડોઝનો રવિવારે ઉપયોગ કરાશે.કે રસીનો બીજો જથ્થો લેવા માટે ગાડી મોકલવામાં આવી છે. આપશે તો લઈને આવશે નહિ તો વધેલા 5496 ડોઝનો રવિવારે ઉપયોગ કરાશે.

ધક્કા ખાધા છતાં રસી ના મળી
પાટણના રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બગવાડા દરવાજામાં રસી લેવા માટે આવ્યો હતો ત્યારે હવે રિસેસ પડી છે સાંજે આવજો અને સાંજે 4:45 કલાકે રસી લેવા માટે જતાં છતાં સમય પૂરો થઈ ગયો છે તેમ કહ્યું હતું.વિનિત પટેલ અને વૈશાલીબેન ઠાકોર જણાવ્યું કે તેમણે સિવિલમાં રસી લેવા જતાં સમય ના થયો હોવા છતાં રસીકરણ બંધ કરી દેવાયું હતું એટલે બગવાડા દરવાજા કેન્દ્ર પર પણ બંધ થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...