તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવા મહોત્સવ:પાટણ તાલુકા કક્ષાના યુવા મહોત્સવમાં 15 ટીમો દ્વારા વિવિધ કલાઓનું પ્રદર્શન

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નગીત, સામૂહિક ગીત, અભિનય કલાઓની વિવિધ સ્પર્ધા યોજાઈ

પાટણ જિલ્લામાં તાલુકા કક્ષાના યુવા મહોત્સવનો આરંભ થયો છે. જેમાં બુધવારે પાટણ ખાતે પાટણ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ યોજાયો હતો. જેમાં વિવિધ કલાની સ્પર્ધાઓમાં 200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.સરકારના યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા યુવા ઉત્સવોનું આયોજન કરવામાં આવેલ છે.

જે અનુસંધાને પાટણ યુનિવર્સિટીના રંગભવન ખાતે તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો હતો. જેમાં લગ્નગીત, હળવું કંઠ્ય સંગીત, સામૂહિક સમૂહ ગીત, એકપાત્રીય અભિનય , રાસગરબા સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં 15 ટીમના 200 જેટલા સ્પર્ધકોએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તાલુકા કક્ષાએ વિજેતા થનાર ટીમો જિલ્લા કક્ષાએ પોતાની કલાને પ્રદર્શિત કરશે. નાના બાળકો સહિત કિશોર વયના વિદ્યાર્થીઓ દ્વારા રાસગરબા અને લોકગીત સહિત વિવિધ કલાઓનું પ્રદર્શન કરી ઉત્સવમાં આકર્ષણ ઉભું કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...