આપનું સંમેલન:27 વર્ષના ભાજપ સરકારના કચરાને સાફ કરવા માટે પ્રજાએ સાવરણી મારવી પડશે : યુવરાજસિંહ જાડેજા

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ ખાતે રોજગાર ગેરંટી યાત્રા અને યુવાનોના પ્રશ્નો મામલે આપનું સંમેલન

પાટણ ખાતે શુક્રવારે આપના નેતા યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રોજગાર ગેરંટી યાત્રા અને યુવાનોના પ્રશ્નો મામલે વિલેજ પાર્ટી પ્લોટ ખાતે સંમેલન યોજાયું હતું. 30 જેટલા લોકો આપમાં જોડાયા હતા. યુવરાજસિંહ જાડેજા દ્વારા સંબોધન કરતા જણાવ્યું કે 27 વર્ષની ભાજપ સરકારના કચરાને સાફ કરવા માટે લોકોને હવે ઘરમાં સારું મારવું પડશે. આપની સરકાર બનતા યુવાનોને 3,000 બેરોજગારી ભથ્થું, પેપર ફોડનારને કડક સજા થાય તેવો કાયદો તેમજ દરેક ઘરમાં એક રોજગારીનો દીપક પ્રત્યે માટે 10 લાખ રોજગાર આપવાનું આહવાન કરાયુ હતું. તેમજ પેપર ફૂટવા મામલે ભાજપ સરકારને ફૂટેલી સરકાર ગણાવી વિવિધ આક્રમક આક્ષેપો કર્યા હતા.

આપમાં જોડાયેલા પાટણના લાલેશ ઠક્કર જણાવ્યું કે ભાજપની એક ટીમ માત્ર ઉઘરાણું કરવા કામ કરી રહી છે. સરકાર દ્વારા ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે. વિરોધ વિપક્ષ કોંગ્રેસની જવાબદારી છે.કે મજબૂત વિરોધ કરવો જોઈએ. પરંતુ કોંગ્રેસ આ બાબતે નિષ્ફળ નિવડી હોય તેમને પણ મલાઈ મળતી હોય એવું લાગી રહ્યું છે.પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે. જેથી પ્રજા આમ આદમી પાર્ટીને આવકારી રહી છે. આવનારા સમયમાં આમ આદમી પાર્ટીની સરકાર અવશ્ય બનશે. તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...