તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેસ્ટીંગ બંધ:પાટણ શહેરની સિવિલ હોસ્પિટલની રેપીડ ટેસ્ટીંગની લેબ બંધ કરાતા લોકોને હાલાકી

પાટણ5 દિવસ પહેલા
 • સિવિલમાં રેપીડ ટેસ્ટ કરાવવા આવતા લોકોને ધક્કો પડી રહ્યો છે

પાટણ શહેરમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે આરોગ્યતંત્ર કયાંકને કયાંક ઉણું ઉતરી રહ્યું છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટીંગ માટે આવેલ રેપીડ ટેસ્ટીગની લેબ અચાનક બંધ કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

લેબ ટેકનિશીયનની એક ભૂલના કારણે યુવાનના નેગેટીવ રીપોર્ટ બાદ રેપીડ ટેસ્ટીંગમાં પોઝિટિવ રીપોર્ટ આવતા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલની રેપીડ ટેસ્ટીંગની લેબ આકસ્મિક રીતે જ બંધ કરી દેવામાં આવી છે. જેને લઈ લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ કોરોના ટેસ્ટીંગ માટે આવતા નગરજનો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

પાટણ જનરલ સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જીલ્લા આરોગ્યતંત્રની સૂચના અનુસાર સિવિલ હોસ્પિટલ ખાતે રેપીડ ટેસ્ટીંગની લેબ કાર્યરત કરવામાં આવી હતી. છેલ્લા બે મહિનાથી ચાલતી લેબમાં કોરોનાનો રીપોર્ટ કરાવવા આવતા લોકોના બે પ્રકારના ટેસ્ટીંગ કરવામાં આવતા હતા. જેમાં એન્ટીજન અને આરટીપીસીઆર એટલે કે કોરોના રેપીડ ટેસ્ટીંગ કરવામાં આવતો હતો. જે પૈકી એન્ટીજન ટેસ્ટીંગનો રીપોર્ટ 48 કલાક બાદ જાહેર કરવામાં આવતો હતો. જ્યારે રેપીડ ટેસ્ટીંગનું પરીણામ તાત્કાલિક આપવામાં આવતું હતું. જો કે ગતરોજ નેગેટીવ રીપોર્ટ પોઝિટિવ આવ્યાની ઘટના બાદ સીવીલ હોસ્પિટલની રેપીડ ટેસ્ટીંગની લેબ બંધ કરી દેવામાં આવી છે. જેને લઈ કોરોના ટેસ્ટીંગ માટે આવતા લોકોને અન્ય સ્થળે જવાની ફરજ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો