તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:શાકભાજી ખરીદતા લોકો તો માસ્ક પહેરતા થયા, ફેરિયાઓ માસ્ક ક્યારે પહેરશે?

પાટણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાટણ શહેરમાં બગવાડાથી રેલવે સ્ટેશન સુધીના ગૌરવ પથ પર ભરાતા શાકભાજી માર્કેટમાં શુક્રવારે સાંજે અંદાજે 100થી વધુ ગ્રાહકો શાકભાજી ખરીદી અર્થે ઉભેલા જોવા મળ્યા હતા. જેમાં ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સનો અભાવ હતો. મોટાભાગે બધા ગ્રાહકોએ માસ્ક પહેરીને ખરીદી કરતા જોવા મળ્યા હતા. પરંતુ ફેરિયાઓ માસ્ક વગર જ વેપાર કરી રહ્યા હતા. મહિલાઓ પણ ખુલ્લા મોઢે જ શાકભાજીનું વેચાણ કરી રહી હતી. લારીઓ આગળ ભીડ એકત્ર ન થાય તે માટે સૂચનાઓ આપવા છતાં અમલ થઈ રહ્યો નથી .ફેરિયાઓ દ્વારા ઘરાકીની લ્હાયમાં ગ્રાહકોને છુટા ઉભા રહેવા કે દૂર ઉભા રહેવાની કોઈ અપીલ નામે કઈ કહેતા જોવા મળ્યા ન હતા. એક તરફ તંત્ર સંક્રમણ રોકવા અપીલ કરે છે ત્યારે પાટણમાં શાકભાજીના વેપારીઓેને કાયદાનું જરાય ભાન નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો