તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • People Were Sent Away Saying There Was No Oxygen In The Plant And Bottles Of Oxygen Were Taken To The Policeman Late At Night, The Leader Of The Opposition Introduced To The Patan Collector.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સિજનની હેરાફેરી:પ્લાન્ટમાં ઓક્સિજન નથી' તેમ કહી લોકોને રવાના કરાયા અને મોડી રાત્રે પોલીસવાનમાં ઓક્સિજનના બાટલા લઈ જવાયા, વિરોધ પક્ષના નેતાએ પાટણ કલેક્ટરને રજૂઆત કરી

પાટણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શંખારી ઓક્સિજન પ્લાન્ટ ઉપરથી મોડી રાત્રે ઓક્સિજનની હેરાફેરી કરાઇ
 • આ અંગે તપાસ કરવા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા સોહન પટેલે કલેક્ટરને રજૂઆત કરી

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓ ઓક્સિજનના કારણે અને મુશ્કેલી ભોગવી રહ્યા છે. તો કેટલાય દર્દીઓના ઓક્સિજનના અભાવના કારણે મોત નિપજી રહ્યા છે. ત્યારે પાટણના સંખારી ખાતે આવેલા ઓક્સિજન પ્લાન્ટ ઉપરથી તારીખ 30મી એપ્રિલના રોજ રાત્રિના 11 વાગ્યાના સમયે કેટલાક લોકો પોલીસવાનમાં શંકાસ્પદ રીતે ઓક્સિજનના બાટલા લઇ ગયાં હોવાની બાબતને લઈને પાટણ તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા સોહન કુમાર દિનેશકુમાર પટેલને જાણ થતાં તેઓ દ્વારા શનિવારના રોજ જિલ્લા કલેકટરને લેખીતમાં રજૂઆત કરી આ મામલે ઝીણવટભરી તપાસ કરવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.

તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા સોહન પટેલ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા તેમજ સરકારી તંત્ર દ્વારા ઓકસીજનના બાટલા ભરાવવા માટે જે લોકો લાઇનમાં હતા. તેમને જણાવ્યું કે પ્લાન્ટમાં ઓક્સિજન નથી તેમ કહી તમામ લોકોને ત્યાંથી રવાના કર્યા હતા. ત્યારબાદ આશરે 11 વાગ્યે પોલીસ વાનમાં પોલીસ કર્મી ઓક્સિજનના બાટલા લઈ પ્લાન્ટ ઉપર ઓક્સિજન ભરાવવા આવેલા અને પોલીસ કર્મચારીની ગાડીમાંથી લગભગ પાંચ-છ બાટલા ઉતારી અને ઓક્સિજન પ્લાન્ટ ઉપરથી ભરી ગયેલા આ અંગે તાત્કાલીક પ્લાન્ટ ઉપરના રાત્રે 11થી 12 વાગ્યાના સી.સી.ટી.વી. કબજે લેવામાં આવે આ અંગે તપાસ કરવામાં આવે તો સાચી હકીકતો બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો