લાભપાંચમે કાલીકા મૈયાને નાયનરમ્ય આંગી:પાટણમાં નગરદેવી કાલિકા માતાજી મંદિરે સળગતી સગડીના દર્શન માટે લોકો ઊમટ્યા

પાટણએક મહિનો પહેલા

પાટણ નગર દેવી કાલિકા માતાજી મંદિર ખાતે લાભ પાંચમ ની સાંજે માતાજી ના ખપ્પર ( સળગતી સગડી) દર્શન યોજાયા હતા જેમાં મોટી સંખ્યા માં ભાવિક ભક્તિએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાટણના નગરદેવી કાલીકા માતાના મંદિરે પરંપરાગત લાભપાંચમને શનિવારે સાંજે કાલીકા માતાને ખપ્પર ( સળગતી સગડી ) ચઢાવવામા આવી હતી.માતાજીના કિલ્લા ઉપર ખપ્પરના દર્શન કરવાનો અનેરો મહત્વ હોઇ મોટી સંખ્યામા ભકતો મદિરે દર્શન માટે ઉમટયા હતા.જ્યાં ખપ્પર દર્શન કરી ભવિકભક્તોએ ધન્યતા અનુભવી હતી.

માતાજીને ખપ્પર ચઢાવવાનો મહત્વએ છે કે વાતાવરણમા રહેલા અનિષ્ઠતત્વ નુ દહન અને દુન્યવી પીડાશ ઓથી ત્રસ્ત પ્રજાજનોને રાહત આપી મુક્તિનો માર્ગ ચીંધવો એ હેતુ આ સળગતી સગડી નો છે . ખપ્પર ચઢાવ્યા પછી ના માતાજીના દર્શન પારલોકિક હોય છે . તેવુ મદિર ના પુજારી અશોક ભાઇ વ્યાસે જણાવ્યુ હતુ.

પાટણ શહેરમાં સુપ્રસિદ્ધ નગર દેવી કાલિકા માતાજી મંદિરમાં લાભપાંચમના દિવસે કાલીકા માતાજીના મુખારવિંદમાં ડાયમંડની નાયનરમ્ય આંગી કરવામાં આવી હતી . મૈયાની મૂર્તિને ફુલોથી શણગારવામાં આવી હતી માતાજીના નયનરમ્ય દર્શનાર્થે દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓનો ધસારો રહ્યો હતો જ્યાં પ્રતિવર્ષની જેમ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...