તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાસંગ્રામ 2021:વોર્ડ નંબર 7માં વરસાદી પાણીના ભરાવા, સફાઈમાં નિયમિતતા ન જળવાતી હોવાની સમસ્યાથી લોકો પીડાય છે

પાટણ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
મીરા દરવાજા રોડ નાકા પર ખુલ્લી કેનાલમાં કચરો ઠલવાતાં ગંદકીથી લોકો તોબાહ પોકારી જાય છે. - Divya Bhaskar
મીરા દરવાજા રોડ નાકા પર ખુલ્લી કેનાલમાં કચરો ઠલવાતાં ગંદકીથી લોકો તોબાહ પોકારી જાય છે.
 • રોડ-રસ્તા આડેધડ ઊંચા-નીચા બનાવાતાં ચોમાસમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત

જળચોક વોર્ડ તરીકે ઓળખાતા પાટણના વોર્ડ નંબર 7માં વરસાદી પાણીના ભરાવા અને સફાઈમાં નિયમિતતા ન જળવાતી હોવાની સમસ્યાથી લોકો પીડાય છે. વર્ષો થઈ ગયા પરંતુ આ બૂમરાણનો અંત આવ્યો નથી. રોડ રસ્તા હવે સારા થયા છે પરંતુ આડેધડ ઊંચા-નીચા બનાવ્યા હોવાના કારણે આવતા ચોમાસે પણ પાણી ભરાઇ જવાની સમસ્યા યથાવત રહેશે તેવો રોષ લોકોએ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારમાં દુઃખવાડો નામે મહોલ્લો છે તેના રહીશોએ કહ્યું કે મહોલ્લાના નામ મુજબ અમે ખરેખર દુઃખી છીએ. અમારી સામે અઘોષિત સુખવાડો વિસ્તાર છે,જેમને પાણીના ભરાવાની, સફાઈ કે પીવાના પાણીની કોઇ સમસ્યા નથી.

વોર્ડ નં 7માં સમાવિષ્ટ વિસ્તાર
પાટણ શહેરના વોર્ડ નંબર 7માં સુભાષ ચોક નજીકના જળ ચોક,જોગીવાળાથી શરૂ થઈ મીરા દરવાજા,સરદાર બાગ,જીવરાજ પાર્ક રોડ, કર્મભૂમિ સામેનો વિસ્તાર તેમજ અન્ય વિસ્તારો આવી જાય છે.
મતદાર: સરદાર બાગ, જળ ચોક વોર્ડમાં 2015માં યોજાયેલ ચૂંટણીમાં 65.35 ટકા મતદાન થયું હતું. જેમાં 68.11 ટકા પુરુષ અને 62.42 ટકા સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું. ચાલુ સાલે 5670 પુરુષ અને 5313 સ્ત્રી મતદારો મળી કુલ 10983 મતદારો નોંધાયા છેે.
બેઠક પ્રકાર: પ્રથમ બે બેઠકો સામાન્ય મહિલા માટે અનામત છે, ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે જ્યારે ચોથી બેઠક બિન અનામત સામાન્ય છે

ઝડપથી પાણી નિકળી જાય તેવી વ્યવસ્થા નથી
આ વિસ્તારના મઠ વાસમાં રહેતા મહેશભાઈ મોતીભાઈ પ્રજાપતિ ના જણાવ્યા મુજબ બે દિવસે કાલે સાંજે પાણી આવ્યું .પીવાના પાણી વગર બે દિવસ મુશ્કેલી પડી .તેમણે કહ્યું કે સૌથી મોટી સમસ્યા વરસાદી પાણીના ભરાવાની છે અને ઝડપથી પાણી નીકળી જાય તેવો રસ્તો થતો નથી.

નીચાણવાળા વિસ્તાર ગંદા ગોબરા બની ગયા છે
વેપારી રાજેન્દ્ર ગોસ્વામીએ જણાવ્યું કે ખરેખર ચૂંટણીમાં રસ ન પડે તેવી રીતે કામ થાય છે જ્યાં જરૂર નથી ત્યાં બ્લોક નાખવામાં આવે છે અને જરૂર છે ત્યાં કામ થતું નથી. નીચાણવાળા વિસ્તારમાં સફાઈના અભાવે ગંદકીનો માહોલ કાયમી બન્યા છે.પાણી ભરાઇ રહેવાથી લોકોમાં મંદવાડ વધારે રહે છે.

રજૂઆત કરીને થાકી ગયા
માર્ગ-મકાન વિભાગના નિવૃત્ત કર્મચારી મુલચંદ ભાઈ સોલંકીએ જણાવ્યું કે છેલ્લા 50 -60 વર્ષથી આ વિસ્તારમાં વરસાદના પાણી ભરાવાની અને તેના કારણે ગંદકી અને સમસ્યા છે.બૂમો પાડીને થાકી ગયા પરંતુ કાયમી નિરાકરણ થતું નથી. કોર્પોરેટર આવે છે અને આવીને જતા રહે છે. સરદાર બગીચો નામનો રહી ગયો છે અને સારા માણસો જઈ શકે તેમ નથી તેની પુરતી સંભાળ લેવાતી નથી.

રસ્તો ઉચો લેવાય તો આગણામાં પાણી ન આવે
વિસ્તારના રહીશ કનુભાઈ પરમાર જણાવે છે કે નાણાવટી સ્કૂલ તરફ,જળ ચોક, જોગીવાળા, કપાસીવાળા, બારી રોડ ઊંચા ભાગે છે. બંને તરફનો વરસાદનું પાણી અમારા આંગણામાં થઈને મીરા દરવાજા તરફ નીકળી જતો હતો પરંતુ આગળ રસ્તો અવરોધાઇ જતા પાણી જતું નથી અને અમારા આંગણામાં ભરાઈ રહે છે.

એક જગ્યાએ હલ લાવવા જતાં બીજે સમસ્યા ઊભી થાય છે
વોર્ડ નંબર 7ના પૂર્વ કોર્પોરેટર બાબુલાલ પટેલે જણાવ્યું કે કર્મભૂમિ સામેનો પાણીનો પ્રશ્ન તો દૂર કર્યો છે પણ દુઃખવાળા વિસ્તારમાં મહોલ્લા વાળાઓ દ્વારા જમીન પુરાણ થઇ જતાં પાણી ભરાઈ રહેવાની તકલીફ થઇ છે. જો કે,રોડ ઊંચો લેવાની વાત છે તેમાં તેમ કરીએ તો લીમડા વાળા વિસ્તારના મહોલ્લાઓના પાણી બહાર નીકળી ન શકે તેવી તકલીફ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો