તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ પાટણ વોર્ડ નં-10:વોર્ડ નં-10માં ગીચતા અને સાંકડા રસ્તા,ટ્રાફિક, ગંદકી,ગટર લીકેજની સમસ્યાઓથી લોકો ત્રસ્ત

પાટણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
કચરો અને રખડતા પશુઓના દ્રશ્ય ઠેકઠેકાણે જોવા મળી જાય છે. - Divya Bhaskar
કચરો અને રખડતા પશુઓના દ્રશ્ય ઠેકઠેકાણે જોવા મળી જાય છે.
 • ખાલકસાપરા અને કાલી બજાર વિસ્તારમાં આંતરે દિવસે ભૂગર્ભ ગટરો ઉભરાય છે

પાટણ શહેરના દક્ષિણ અને નૈઋત્ય વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 10માં પણ સાંકડી બજાર, સાંકડા મહોલ્લા, ઉબડખાબડ રોડ રસ્તા, ગંદકી, ગીચતા, ટ્રાફિક જેવી રોજ બરોજની અગવડો વચ્ચે રહેવા માટે લોકો મજબૂર છે. આ વિસ્તારમાં પણ અંડર ગ્રાઉન્ડ ગટર અલગ અલગ વિસ્તારોમાં આંતરે દિવસે ઉભરાયા કરે છે. કચરાના ઢગલા લાંબા સમય સુધી પડ્યા રહે છે. કેટલાક વિસ્તારોમાં રોડ બન્યો નથી .વીજળી પુરવઠો આંતરે દિવસે દોઢ-બે કલાક ખોરવાઈ જાય છે જેને લઇ નાના વ્યવસાય બંધ રહે છે.

ગંદવાડ ના કારણે બાળકો સાજા માદા રહ્યા કરે છે.ખાલકશાપુરા વિસ્તારના ભાનુજી ઉમેદજી ઠાકોરે જણાવ્યું કે આખો વિસ્તાર સાંકડો છે અને તેમાં પણ ખાલકસાપરા અને કાલી બજાર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું પાણી આંતરે દિવસે ઉભરાય છે જેને લઇ આજુબાજુના લોકો ત્રાસ ભોગવી રહ્યા છે. રસુલભાઇ બલોચ ના જણાવ્યા મુજબ આમદપુરા મોટી મસ્જિદ તાઈવાડો નાની મસ્જિદ વિસ્તારમાં પણ અવારનવાર પાણી ઉભરાય છે નાની ગલીઓ હોવાથી નીકળવામાં તકલીફ રહે છે.

જૂનો રહેણાંક વિસ્તાર હોઈ ગીચતા અને ટ્રાફિકની સમસ્યા
આ આખો વિસ્તાર સાકડી ગલીઓ અને શેરીઓ નો છે હિંદુ-મુસ્લિમ વિસ્તારો આસપાસમાં આવેલા છે રાજકા વાળા જૂની જનતા હોસ્પિટલ નજીક જૈન ઉપાશ્રય છે સામે કેશુ શેઠની પોળ છે મોટાભાગના સાત-આઠ ફૂટના સાંકડા માર્ગો પર બે રિક્ષાઓ પણ મુશ્કેલીથી પસાર થઈ શકે છે અને તેમાં પણ રસ્તા સારા નથી ખાડા ટેકરાવાળા ખરબચડા રસ્તા પર સાઇકલ બાઇક પણ માંડ માંડ ચલાવવા પડે છે. બુકડી થી મીરાં દરવાજા રોડની હાલત ખૂબ જ ખરાબ છે શાકભાજીની લારીઓ પર ભીડ અને ગાયોના ટોળા રહે છે.

ગંદકી થી મચ્છર થતાં બાળકો બિમાર રહે છે
રાજુભાઈ પટણીના મકાનની બાજુમાં એક પડતર જગ્યા છે જેમાં આખા વિસ્તારના લોકો આવીને કચરો નાખી જાય છે. જેના લીધે મચ્છરો વધારે રહે છે.મચ્છરોના કારણે બાળકો વારંવાર બીમાર થાય છે.

11627 મતદારો ઉમેદવારોના ભાવિ નક્કી કરશે
આગામી ચૂંટણી માટે 6025 પુરુષ અને 5602 સ્ત્રી મતદારો મળી કુલ 11627 મતદારો નોંધાયા છે .2015 ની ચૂંટણીમાં કુલ 63 58% મતદાન થયું હતું. જેમાં 66. 54 ટકા પુરુષ અને 60 .50% સ્ત્રી મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

સમાવિષ્ટ વિસ્તારો
ભઠ્ઠીવાડો, નાનો ભઠ્ઠીવાડો, વીછુખાડ (શિવ નગર સોસાયટી)ટાયર નગર, ખાલકપુરા, બુકડી , જુમ્મા મસ્જિદ, જૂની જનતા હોસ્પિટલ, ગુલશનનગર, વિજળ કૂવો, હર્ષ નગર, મીરા દરવાજા

બેઠકનો પ્રકાર
પ્રથમ બેઠક અનુસૂચિત જાતિ મહિલા માટે અને બીજી બેઠક સામાન્ય કેટેગરીની મહિલા માટે અનામત છે. ગઈ ચૂંટણીમાં ત્રીજી બેઠક અનુ.આદિજાતિ ઉમેદવાર માટે અનામત હતી.પરંતુ આ વખતે ત્રીજી અને ચોથી બેઠક બિન અનામત સામાન્ય છે.

વીજળી પુરવઠો દોઢ-બે કલાક જતો રહે છે
કાલી બજારમાં બેઠેલા નૂર ભાઈ શેખ,ઉસ્માનભાઈ સૈયદ અને ટેલરિંગનું કામ કરતા અહમદખાન બલોચના જણાવ્યા મુજબ અમારા વિસ્તારમાં રોડ બાકી છે, બીજા વિસ્તારમાં થયા છે. અમે પૂછતા જમીનમાં મોટી ગટર પાઇપ નાખવાની છે એ પછી રોડ થશે તેવો જવાબ મળેલો આ વિસ્તારમાં વીજળી પુરવઠો દોઢ-બે કલાક જતો રહે છે અને રવિવારે વધારે જાય છે જેના કારણે લાઈટ વડે થતાં કામ ધંધા બંધ રહે છ. લાઈટ અંગે રજૂઆત કરી છે પણ 12 મહિનાથી જેમના તેમ છે.આ વિસ્તારના પાંચપાડા નામે ઓળખાતા વિસ્તારમાં પીવાનું પાણી પ્રેશરથી આવતું નથી. જેના લીધે જરૂરિયાત મુજબ પાણી મળી શકતું નથી તેઓ યુવક યુનુસભાઇએ જણાવ્યું હતું.

ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીની તકલીફ
સુરેશભાઈ પટણીના જણાવ્યા મુજબ મોટા મદ્રેસા વિસ્તારમાં પહેલા સફાઈ બરાબર થતી ન હતી પરંતુ હવે એ સમસ્યા નથી રાજકા વાડા તરફથી ભૂગર્ભ ગટર અને વરસાદી પાણી ખાલકસા ચોકમાં આવતા તકલીફ રહે છે જેને ગંદકી પણ થાય છે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો