ઉજવણી:પાટણવાસીઓએ દિપાવલી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી, વેપારીઓએ શુભ મુહુર્તમાં ચોપડાની ખરીદી કરી પુજન કર્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિતેલા વર્ષના લેખાં જોખા કાઢવાનું અને નવીન વર્ષનું કરવાનું ટાણું એટલે દિવાળી

ભારતીય સંસ્કૃતિનું સૌથી મહાન પર્વ અને તહેવારોનો રાજા દિપોત્સવીનું પર્વ છે. ચોમેર દિપમાળાઓની રોશનીના ઝગમગાટ વચ્ચે ઉજવાતુ પર્વ એટલે જ દિવાળી. વિતેલા વર્ષના લેખાં જોખા કાઢવાનું અને નવીન વર્ષનું કરવાનું ટાણું એટલે દિવાળી. પાટણ વાસીઓએ દિપાવલી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી. વેપારીઓએ શુભ મુહુર્તમાં ચોપડાની ખરીદી કરી પુજન કર્યું હતું. દિવાળીના પવિત્ર દિવસે શુભમુહુર્તમાં વેપારીઓ દ્વારા વિવિધ સ્ટેશનરીઓમાં અગાઉથી બુક કરાવેલા હિસાબી ચોપડા, ખાતાવહી, રજીસ્ટરો, પંચાગ, ડાયરી સહીતની ખરીદી કરી હતી. બીજી તરફ હિન્દુ કેલેન્ડનાં આજે છેલ્લા દિવસે શારદા પુજન અને ચોપડા પુજનનુ વિશેષ મહત્વ રહેલુ છે.

વેપારીઓ દ્વારા શુભમુહુર્તમાં શાસ્ત્રોકત વિધિવિધાન મુજબ સરસ્વતી એટલે કે શારદા દેવી તેમજ ચોપડાનુ પુજન કરવામાં આવ્યુ હતું. જેમાં શહેરનાં વિવિધ માર્કેટો તેમજ બજારોમાં વેપારીઓ દ્વારા શુભમુહુર્તમાં ચોપડા પુજન કરવામાં આવ્યુ હતુ.

વેપારીઓ તેમજ અન્ય પેઢીના માલિકોએ મહાલક્ષ્મી માતાના દર્શન કરી આર્શીવાદ મેળવી દિપાવલી પર્વને વધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...