જળસ્તર ઊંચું લાવવાનો પ્રયાસ:પાટણ શહેરમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત 4 તાલુકાના 215 ગામના લોકોને માર્ગદર્શિત કરાયા

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ શહેરના નવા સર્કિટ હાઉસ ખાતે જીલ્લાકક્ષાનો સેમીનાર યોજાયો

પાટણ ચાણસ્મા હાઇવે સ્થિત નવા સર્કીટ હાઉસ ખાતે કેન્દ્ર સરકાર પુરસ્કૃત અટલ ભૂજલ યોજના અંતર્ગત જળ એ જ જીવન...ઉકિતને સાર્થક કરવાના હેતુથી જીલ્લાકક્ષાનો સેમિનાર જીલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો.

ભારત દેશના વિવિધ રાજયોમાં પાણીના સ્તર સતત નીચા જઇ રહયા છે જેને લઇ સરકાર પણ ચિંતિત છે ત્યારે ભૂગર્ભ જળના સ્તરને ઉંચા લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અટલ ભૂજલ યોજના અમલી કરવામાં આવે છે. સરકાર દ્વારા દેશના 6 રાજયોમાં આ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના 6 જિલ્લાઓમાં પાટણ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે પાટણ જીલ્લાના ચાણસ્મા, પાટણ, સિધ્ધપુર અને સરસ્વતી તાલુકાના વિસ્તારોમાં સતત નીચા જઇ રહેલા પાણીના સ્તરને ઉંચા લાવવા માટે જળ એ જ જીવન...ના સૂત્રને સાર્થક કરવા આ યોજના સંદર્ભે જિલ્લાકક્ષાનો સેમીનાર સર્કીટ હાઉસ ખાતે યોજાયો હતો.

ઉપસ્થિત અધિકારીઓને દ્વારા સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલ વીડિયો કોન્ફરન્સમાં પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો અને પાણીનો બચાવ અંગે કેવા ઉપાયો કરવા જેનું જીવંત પ્રસારણ પ્રસારિત કરવામાં આવ્યુ હતું. જિલ્લાના 4 તાલુકાઓના 215 ગામોના વિસ્તારોના ભૂગર્ભ જળને ઊંચા લાવવા માટે આ યોજના દ્વારા વરસાદી પાણીનો કેવી રીતે સંગ્રહ કરવો તે અંગે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ સેમિનાર અંગે જીલ્લા વિકાસ અધિકારીએ આ યોજના થકી સરકાર દ્વારા નાણાકીય કેટલી સહાય મળશે તે અંગે વિશેષ માહિતી આપી હતી.આ સેમિનારમાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...