તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ પાટણ વોર્ડ નં-5:અંબાજી નેળિયા, હાઈવે વિસ્તારની સોસાયટીઓમાં ફોર્સથી પાણી ન મળતાં ટેન્કર મંગાવવા લોકો મજબૂર

પાટણ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
મલ્હાર બંગલોઝ સામે કેનાલમાં સફાઈન કરતાં કચરાના ઢગ જામ્યા. - Divya Bhaskar
મલ્હાર બંગલોઝ સામે કેનાલમાં સફાઈન કરતાં કચરાના ઢગ જામ્યા.
 • કેનાલની સફાઈ ન થતાં ગંદકીના ઢગ ખડકાયા, નેળિયા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વકરી

પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં અંબાજી નેળિયા તેમજ હાઈવે વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં જે સોસાયટીઓમાં પોતાના ટ્યુબવેલ નથી ત્યાં પાણી પૂરતું મળી રહ્યું નથી, એટલું નહીં લોકોની જરૂરિયાત પણ પૂરી થતી નથી અને જેના કારણે ટેન્કરોથી પાણી વેચાતા મંગાવવા પડે છે. આ સિવાય અંબાજી નેળિયા વિસ્તારમાં રોડ ઉપર દબાણો થયેલા છે. જેને લઇ વાહનોની અવરજવરમાં ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. તો અન્ય વિસ્તારોમાં કાચી કેનાલ સફાઈ વગર ગંદકીનું ધામ બની રહી છે. હાઈવે પર શ્રમજીવી સોસાયટી બહાર અને અંદર હાંસાપુર વિસ્તારમાં પણ કચરાના ઢેર જામેલા રહે છે.

શહેરના રાજકારણમાં પાટીદારોના આંદોલનના કારણે ગઈ ચૂંટણીમાં ઉગ્રતાનું કેન્દ્ર બની રહેલા અંબાજી નેળિયા વિસ્તારમાં હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં રાજકીય ગતિવિધિઓ થઈ રહી છે. રોડ ઉપર વરસાદી પાણી ભરાઇ રહેવાનો પ્રશ્ન હતો તેના નિકાલ માટે છેલ્લા એક દોઢ મહિનાથી અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને સારથીનગર સુધી પહોંચી છે. તો બીજી તરફ સાથીનગરના દરવાજા પાસેના ઘરનાળાને પહોળું બનાવવામાં આવી રહ્યું છે. આ ખોદકામ થયા પછી રોડ તરત જ નહીં બનાવવામાં આવે તો લોકોનો તકલીફ પડશે. કેમકે 50થી 60 જેટલી સોસાયટીઓ આ રોડ ઉપર આવેલી છે તેમ વેપારી ચેતનભાઇ પટેલે જણાવ્યું હતું.

કેનાલમાં સફાઈ થતી જ નથી
રજનીકાંતભાઈ પટેલ જણાવે છે કે કેનાલમાં સફાઈ કરાતી નથી જેને લીધે ગંદકી થાય છે. કેતનભાઈ પટેલ જણાવે છે કે કાચી કેનાલ છે તેને પાકી બનાવવી જોઈએ અને સાફ કરવી જોઈએ. પંપીંગ સ્ટેશન પાસે જમીન માલિક દ્વારા કેટલાક ભાગમાં પાકી અને મજબૂત કેનાલ બનાવી છે તે રીતે પાલિકાએ આ કામ કરવું જોઈએ.

હાઈવે અંબાજી નળિયા વોર્ડ
અંબાજીનગર સોસાયટી રોડ, અંબાજી નેળિયા, શ્રમજીવી સોસાયટી, સિદ્ધપુર રોડ, ઉઝા રોડ, હાંસાપુર ,ગોલ્ડન ચોકડી, મલ્હાર, આયુષ રોડ

ટાંકી ભરાતી જ નથી
તુલસી પાર્ક, ઈશ્વરકૃપા અને કલ્પવૃક્ષ સોસાયટી પાસે દુકાન ચલાવતા યોગીતાબેન પટેલ જણાવે છે કે મારા ઘરે મને યાદ નથી આવતું કે મેં ક્યારેય નળ બંધ કર્યો હોય અને તેમ છતાંય પાણીની ટાંકી પૂરે પૂરી ભરાતી નથી.

વારાફરતી પાણી અપાય તો સમસ્યા ન રહે
આયુષ ટાઉનશીપના મફતલાલ પટેલ અને ઈશ્વર ઠાકોર જણાવે છે કે સોસાયટીના પાછળના ભાગના મકાનોમાં પાણી પહોંચતું નથી જેને લઇ લોકોને બે-ત્રણ દિવસે ટેન્કર મંગાવીને ચલાવવું પડે છે. તેનું કારણ એ છે કે બધા જ વિસ્તારોમાં એકસાથે પાણી છોડવામાં આવે છે. અમુક અમુક સોસાયટીઓમાં વારાફરતી એક-દોઢ કલાકના સમયગાળે પાણી છોડવામાં આવે તો પુરા ફોર્સથી મળી શકે.

દબાણો દુર કરી રસ્તો પહોળો કરો : રહિશો
મલ્હાર બંગલોઝમાં મહેન્દ્રભાઈ પટેલ સહિત ચાર-પાંચ વડીલો દરવાજા પાસે બેઠેલા હતા તેમણે અલગ-અલગ રજૂઆતો કરી હતી. જેમાં ઊંઝા અને ચાણસ્મા હાઈવેને જોડતો આ લીંક રોડ હોવાથી નાના-મોટા તમામ વાહનો આ શોર્ટકટથી પસાર થાય છે. જેને લઇ સોસાયટી બહારથી પસાર થતો રસ્તો હવે સાંકડો પડી રહ્યો છે. સામે નવીન 250 જેટલા આવાસ સોસાયટી બની રહી છે. એટલે ટ્રાફિક પણ વધશે. એટલે દબાણો હોય તો દૂર કરીને રોડ પહોળો કરવો જરૂરી છે.

એક બેઠક અનામત
વોર્ડ નંબર 5 માં ચાર પૈકીની પ્રથમ બે બેઠક સામાન્ય સ્ત્રી માટે અનામત છે. ત્રીજી બેઠક પછાતવર્ગ માટે અનામત રાખવામાં આવી છે. જ્યારે ચોથી બેઠક બિન અનામત સામાન્ય છે.​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો