પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા શહેરના બાકી વેરાની મિલકત ધારકો પાસેથી કડક વસૂલાત શરૂ કરી છે. પાટણ નગરપાલિકાએ મિલ્કત ધારકો પાસેથી 21 કરોડથી વધુનો મિલ્કત અને નળ વેરો વસૂલવાનો બાકી છે. મિલ્કતધારકોને નોટિસ આપ્યા બાદ મિલ્કત વેરો ન ભરતા હવે પાલિકાએ નળ કનેકશન કાપવાની શરૂઆત કરી છે.
પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ધારકો સામે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ ની માહિતી આપતાં વેરા શાખા અધીકારીએ જણાવ્યું હતું કે નવા વર્ષ નાં આરંભથી પાટણ શહેરનાં વિવિધ વિસ્તારોમાં બાકી વેરા મિલકત ધારકો પૈકી 29 જેટલા મિલકત ધારકો નાં નળ કનેકશન કાપી બાકી વેરા ભરપાઈ માટે ફરજ પાડવામાં આવી છે.તો શહેરના પાલિકા હસ્તકના મ્યુ.સે.15 વોડૅ માં જે જે બાકી વેરા મિલકત ધારકો છે. તેની નામાવલી સાથેની યાદી પણ જે તે વોડૅ વિસ્તારના મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તારમાં લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ બાકી વેરા મિલકત ધારકોની નામાવલી લગાવવાનો પ્રારંભ શહેરના મ્યુ.સે.વોર્ડ નં 1 થી શરૂ કરી તમામે તમામ મ્યુ.સે.વોડૅ 15 નાં વિસ્તારમાં લગાવવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતુ.વધુ માં તેઓએ જણાવ્યું હતુ કે પાટણ નગરપાલિકા ને આર્થિક રીતે પગભર બનાવવા પાલિકા ની વેરા શાખા દ્વારા શહેરના બાકી વેરા મિલકત ધારકો સામે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ તો આ ઝુંબેશ ને કારણે પાલિકા ની આવકમાં પણ મહંદઅંશે વધારો થઈ રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા 1લી એપ્રિલ 2022 થી 31 ડિસેમ્બર 2022 ના સમય દરમિયાન કુલ બાકી વેરા પેટે ₹35.1 કરોડ નું માંગણું હોવાની સામે બાકી મિલકત ધારકો દ્વારા રૂપિયા 13.39 કરોડ ભરપાઈ કરવામાં આવ્યા હોય જ્યારે 31 ડિસેમ્બર 2022 પછી કુલ 21.62 કરોડની બાકી વેરાની વસુલાત પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.