સેવા:અંબાજી જતાં પદયાત્રીઓની સતત 13 વર્ષથી પાટણના સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા સેવા કરાય છે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે 15 હજાર ઉપરાંત માઇ ભક્તોને મિષ્ટાન્ન સાથે ભોજન અપાશે

પાટણ સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા પવિત્ર યાત્રાધામ અંબાજી દર્શનાર્થે જતા માઇ ભક્તો પદયાત્રીઓ માટે છેલ્લા 13 વર્ષોથી અવિરત સેવા ચાલી રહી છે. ત્યારે ચાલુ વર્ષે કોરોના કાળમા સોશીયલ ડિસ્ટન્સ સાથે તથા વહીવટી તંત્રના માર્ગદર્શન તથા સલાહ સૂચનને ધ્યાને રાખી અંબાજી પદયાત્રીઓ માટે સેવા કેમ્પ રેવા પ્રભુ સદન સામે દિવાળી બા ગુરુભવન અંબાજી ખાતે ખૂલ્લો મૂકવામાં આવ્યું છે. જેમાં અંબાજી દર્શનાર્થે આવતા માઇ ભક્તો માટે પૂરી શાક, ગરમા ગરમ સેવ ખમણ ની સેવા પૂરી પાડવામા આવે છે.

આ પ્રસંગે સિધ્ધહેમ સેવા ટ્રસ્ટના સ્નેહલ પટેલે જણાવ્યુ હતુ કે, તા. 17 સપ્ટેમ્બર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71 મા જન્મદિવસ નિમિત્તે 15 હજાર ઉપરાંત માઇ ભક્તોને મિષ્ટાન્ન સાથે સવાર સાંજ ભોજન પીરસવામા આવશે. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિકૃતિ સાથે 'સેલ્ફી વીથ મોદી' પોઇન્ટ ઉભો કરવામા આવશે. જેથી આવનાર પદયાત્રીઓ મોદીજી સાથેની પ્રતિકૃતિ સાથે ફોટો પડાવી શકશે. પવિત્ર યાત્રાધામની મુલાકાતે આવતા સૌ માઇ ભક્તો, પદયાત્રીઓને સિદ્ધહેમ સેવા ટ્રસ્ટના આ કેમ્પની મુલાકાત લેવા વિનંતી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...