પરીક્ષા:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે હોસ્પિટલ મેનેજમેન્ટ પ્રોગ્રામ સેમ-2ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આજે પ્રથમ દિવસે માર્કેટિંગ હોસ્પિટલ સર્વિસનું પેપર લેવામાં આવ્યું

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં અભ્યાસ કરતા વિધાર્થીઓની ગુરૂવારના રોજથી હોસ્પિટલ મેનેજમેન્ટ પ્રોગ્રામની સેમેસ્ટર 2ની ઓફ લાઈન પરીક્ષાઓ શાંતિ પૂર્ણ માહોલમાં શરૂ થવા પામી છે.

આજરોજ તારીખ 12 ઓગસ્ટના રોજ પ્રથમ દિવસે માર્કેટિંગ હોસ્પિટલ સર્વિસનું પેપર લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તા.13 ઓગસ્ટના રોજ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ હોસ્પિટલ, 14 ઓગસ્ટના રોજ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઈન હોસ્પિટલ, 17 ઓગસ્ટના રોજ સ્ટેટેસ્ટિક હોસ્પિટલ મેનેજમેન્ટ, 18 ઓગસ્ટના રોજ પરચેઝ મેનેજમેન્ટ એન્ડ ઈન્વેન્ટરી કંન્ટોલ, 20 ઓગસ્ટના રોજ રિસચૅ મેથડ, 21 ઓગસ્ટના રોજ ક્વોલિટી મેનેજમેન્ટ એક્રેડિટેશન અને 23 ઓગસ્ટના રોજ હેલ્થ લો નું પેપર લેવામાં આવશે.

આ સાથે લેવામાં આવી રહેલી ઓફ લાઈન પરીક્ષા સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ અને દરેક બ્લોકમાં સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે આપી રહ્યા હોવાનું હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના ડીન ડો કે કે પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...