ખાતમુહૂર્ત:પાટણ શહેરના પંચોલી પાડા વિસ્તારમાં રૂપિયા 12 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના પૂર્વ મહામંત્રીએ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારીની કામગીરીને બિરદાવી

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના બાકી વિસ્તારમાં રોડ-રસ્તા નવીનીકરણ ની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે હનુમાનજી જયંતિનાં પવિત્ર દિવસે શહેરના વોર્ડ નંબર 7ના પંચોલીપાડા વિસ્તારમાં પાટણ નગરપાલીકા દ્વારા રૂ.12 લાખના ખર્ચે હાથ ધરવામાં આવનાર પેવર બ્લોકના કામનું ખાતમુહર્ત ગુજરાત પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ કરવામાં આવ્યું હતું.

ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટેના કાર્યોને વેગવંતા બનાવવામાં આવ્યા છે. ત્યારે શહેરના રોડ રસ્તાનાં કામો થી બાકી રહી ગયેલા વિસ્તારોમાં જુદી જુદી ગ્રાન્ટમાંથી રોડ રસ્તા ના અને બ્લોક પેવિંગ ના કામો હાથ ધરવામાં આવ્યા છેય ત્યારે હનુમાન જયંતીના પવિત્ર દિવસે પાટણ શહેરના વોર્ડ નંબર સાતમા આવતા પંચોલી પાડા વિસ્તારમાં બ્લોક પેવિંગની કામગીરીનો પ્રારંભ ખાતમુહૂર્ત દ્વારા પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કે.સી. પટેલ ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સરકારમાંથી વિવિધ ગ્રાન્ટો લાવી શહેરના લોકોની સુખાકારીના હાથ ધરાયેલા કામોની સરાહના કરી હતી. ખાતમુહૂર્ત પ્રસંગે પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી કે.સી. પટેલની સાથે પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિત પાલિકાના કોર્પોરેટરો, વિસ્તારના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...