તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:મા અમૃતમ યોજનાનાં કાર્ડ રિન્યુ થતાં ન હોવાથી દર્દીઓ પરેશાન

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 દિવસથી શહેર સહિત જિલ્લામાં કામગીરી બંધ
  • હારિજના બાળકનું કાર્ડ બંધ હોઈ સારવાર માટે પરેશાની

આરોગ્ય વિભાગની મા અમૃતમ યોજનાના નવા કાર્ડ કાઢવાની અને રીન્યુ કરવાની કામગીરી છેલ્લા 14 દિવસથી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં બંધ હોવાથી ગરીબ દર્દીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે. કાર્ડ નવા નીકળતા ન હોવાથી તેમજ રીન્યુ ન થતાં હોવાથી ગરીબ દર્દીઓને સારવાર કઇ રીતે કરાવી તે મૂંઝવણ ઊભી થઈ છે. હારીજ તાલુકાના જુના કલાણા ગામના બાળક કરણ પંડ્યાને એપેન્ડીક્ષની બીમારી થતા ઓપરેશન કરવા માટે પાટણની પ્રાઇવેટ હોસ્પિટલમાં બે દિવસથી દાખલ છે.

બાળકના માતા-પિતા હયાત નથી. બાળકની આર્થિક પરિસ્થિતિ પણ દયનીય છે તેમની પાસે મા અમૃતમ યોજનાનું કાર્ડ છે. પરંતુ રીન્યુ ન હોવાથી રીન્યુ કરાવવા માટે તેના છેલ્લા ત્રણ દિવસ કાર્ડ રીન્યુ કરવા માટે આરોગ્ય તંત્રમાં પ્રયાસો કર્યા બાદ સોમવારે બ્લોક થયેલું કાર્ડ કાર્યરત કરવામાં આવ્યું હતું અને ઓપરેશનની એપ્રુવલ પ્રોસેસ કરવામાં આવી હતી.આવા અનેક દર્દીઓ માં કાર્ડ રીન્યુ ન થવાના કારણે પરેશાન થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...