સારવાર:ધારપુરમાં પાટણ, થરા, દિયોદર, ઊંઝાના જગન્નાથપુરાનાં દર્દીનાં ફરી ફંગસ કઢાયાં

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દાખલ 12 પૈકી ચાર દર્દીનાં ફરીથી ઓપરેશન કરવામાં આવ્યાં
  • સારવાર લઈ રહેલા બાકી રહેલાં અન્ય ત્રણ દર્દીનાં હવે ઓપરેશન કરાશે

ધારપુર સિવિલમાં મ્યુકરના ચાર દર્દીઓને ફરીથી ફંગસ થતાં બીજી વાર ઓપરેશન કરી ફંગસ દૂર કરાયાં હતાં. ધારપુર સિવિલમાં મ્યુકરમાઇકોસિસના હાલમાં 12 દર્દીઓ દાખલ છે. તે પૈકી નવ દર્દીઓને નાકની સર્જરી કરી ફંગસ દૂર કરાયાં છે.

પરંતુ ચાર દર્દીઓને બે વખત નાકના ઓપરેશન કરવાની નોબત આવી છે. જેમાં પાટણના 58 વર્ષીય પુરુષ, થરાના 35 વર્ષીય યુવક, ઊંઝાના જગનાથપુરાના 48 વર્ષીય યુવક અને દિયોદરના 50 વર્ષના પુરુષને નાકના ભાગે બ્લેક ફંગસ થતાં ઓપરેશન કરી દૂર કરાયાં હતાં અને સારવાર ચાલી રહી હતી તેવામાં ફરીથી ફંગસ થતાં બીજી વખત ઓપરેશન કરી દૂર કરવામાં આવી છે. બાકીના ત્રણ દર્દીઓના હવે ઓપરેશન કરાશે.

આ બિમારી સરળતાથી મટતી નથી : સુપ્રિટેન્ડેન્ટ
ધારપુર મેડિકલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ર્ડા. મનીષ રામાવતે જણાવ્યું હતું કે મ્યુકરમાઇકોસિસની બીમારી સરળતાથી મટતી નથી. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવી જેવા વિવિધ કારણોસર વારંવાર ફંગસ થઈ જવાની શક્યતાઓ રહેતી હોય છે. બીજી વખત ફંગસ થઈ છે કે કેમ તે દસથી પંદર દિવસમાં દેખાતી હોય છે. મ્યુકરમાઇકોસિસના દર્દીને બેથી ત્રણ અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહી સારવાર લેવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...