વતનની વહારે:5 ગામ લેઉવા પાટીદાર સંગઠને અમેરિકાથી 25 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલી આપ્યા

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુકરમાઇકોસિસની સારવાર માટે 50ઇન્જેકસન પણ અમેરિકાથી મોકલ્યાં

કોરોના અને મ્યુકરમાઇકોસિસની મહામારીમાં વિદેશ રહીને પણ સમાજના લોકોને મદદરૂપ થવાની ભાવનાથી અમેરિકાના પાંચ ગામ લેઉવા પાટીદાર સંગઠન દ્વારા 25 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અને મ્યુકરમાઇકોસિસની સારવાર માટે 50 ઇન્જેક્શન અમેરિકાથી મોકલવામાં આવ્યા છે. વિદેશથી પણ સમાજની સેવા કરી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ અમેરિકાના પાંચ ગામ લેવા પાટીદાર સંગઠનને પૂરું પાડ્યું છે. તાજેતરમાં કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછત સર્જાતા ઓક્સિજનના આભાવે અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. કોરોના બાદ મ્યુકરમાઇકોસિસ મહામારીમાં પણ સારવાર માટે હોસ્પિટલોમાં ઈન્જેકશનના અભાવે દર્દીઓને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના કોઈ દર્દીને મહામારીના સમયમાં ઓક્સિજન કે મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનના અભાવે પરેશાનીનો સામનો કરવો ન પડે અને ગામડામાં પણ ઓક્સિજનની સુવિધા મળી રહે તે માટે અમેરિકા ખાતે ચાલતા પાંચ ગામ લેઉવા પાટીદાર સંગઠન દ્વારા અમેરિકાથી પ્લેન મારફતે 25 ઓકસિજન કોન્સન્ટ્રેટર મોકલવામાં આવ્યા છે. જેમાં પાંચ ગામ લેવા પાટીદાર સમાજના ગામોમાં આ મશીન આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બીજી લહેરમાં ઓક્સિજનની અછત હતી ત્યારે સંગઠને આ જાહેરાત કરી હતી.

આ ગામોમાં મશીન અપાયાં
પાટણ તાલુકાના બાલીસણામાં પાંચ, સડેર ગામે પાંચ, મણુદ ગામે પાંચ અને વિસનગર તાલુકાના ભાંન્ડુ ગામે પણ પાંચ અને વાલમ ગામને 5 ઓક્સિજન કોન્સટ્રેટર મોકલવામાં આવ્યા છે.આ ઉપરાંત મ્યુકરમાઇકોસિસના સારવાર માટે 50 ઇન્જેક્શન મોકલવામાં આવ્યા હતા. તે અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહેલા સમાજના છ દર્દીઓને મોકલવામાં આવ્યા હતા તેવુ મણુદ ગામના દીક્ષિત ભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...