તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પાટણનાં હિન્દુ સ્મશાનભૂમિ રોડને બે ફૂટ ઉપાડવા પાટીદાર કિસાન સેના દ્વારા માંગ કરાઇ

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં અંતિમ ક્રિયા કરવા આવતા લોકોને અને ખેડૂતોને તકલીફ પડે છે

પાટણના હિન્દુ સ્મશાન ભૂમિના રોડના કામબાબતે પાટણના નગરજનો અને ખેડૂત ભાઈઓ સ્થાનિક રહિશોની લાગણીને લઈ પાટણની પાટીદાર કિસાન સેના દ્વારા નગર પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. અને તેઓએ તત્કાળ ઘટતું કરી આ કામને પ્રાધાન્ય આપવા રજુઆત કરી હતી.

સ્મશાન ભૂમિ આગળ ભરાયેલા પાણીના કારણે હાલાકી
પાટણ શહેરના અઘરા દરવાજા બહાર ગૌકણેશ્વર મહાદેવના મંદિરથી હિન્દુ સ્મશાન ભૂમિના ગેટ સુધી રોડને બે ફુટ ઉપડાવીને કાયમી સમસ્યા દૂર કરવાની રજુઆત પાટણ પાટીદાર કિસાન સેના દ્વારા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને કરવામાં આવી હતી. પ્રમુખ દ્વારા કામને જલ્દી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. ગત ચોમાસા દરમ્યાન હિન્દુ સ્મશાન ભૂમિ આગળ ભરાયેલા પાણીના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

તત્કાલીન શાસકો દ્વારા રૂ.25 લાખની ફાળવણી કરી હતી
તત્કાલીન શાસકો દ્વારા તે સમયે રૂ. 25 લાખ ફાળવણી કરી હતી. પરંતુ એક વર્ષ ઉપરાંતનો સમય વીતવા છતાય હવે જ્યારે ચોમાસાને પંદર દિવસ બાકી છે. છતાં કોઈ કામગીરી કરવામાં ના આવતા પાટણના નગરજનો અને ખેડૂત ભાઈઓ, સ્થાનિક રહિશોની લાગણીને લઈ પાટણની પાટીદાર કિસાન સેના દ્વારા નગર પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. અને તેઓએ તત્કાળ આ કામને પ્રાધાન્ય આપી ગૌકોશ્વર મહાદેવના મંદિરથી હિન્દુ સ્મશાન ભૂમિના ગેટ સુધી રોડને બે ફુટ ઉપડાવીને કાયમી સમસ્યા દૂર કરવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...