જિલ્લામાં પ્રથમ:પાટણના વંશ પટેલે ગુજકેટમાં 120 માંથી 118.75 ગુણ સાથે 99.99 PR મેળવ્યા

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણના છાત્રએ કોમ્યુટર એન્જિનિયર બનવા 10 કલાક મહેનત કરી

પાટણમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માટે સપના જોઈ દિવસમાં રોજ 10 કલાક મહેનત કરી ગુજકેટની પરીક્ષામાં જિલ્લામાં સૌથી વધુ 99.99 pr સાથે પ્રથમ ક્રમે આવ્યો છે. પાટણ શહેરના પદ્મનાભ વિસ્તારમાં વેદ ડાઉનશીપમાં રહેતો અને એક્સપરિમેન્ટલ હાઈસ્કુલમાં અભ્યાસ કરતો ધોરણ 12 સાયન્સનો વિદ્યાર્થી વંશ શંકરભાઈ પટેલ અભ્યાસમાં પણ હોશિયાર હોય સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય સાથે ગુજકેટની તૈયારીઓ પણ કરતો હતો. ગત 18 એપ્રિલના રોજ તેને ગુજકેટની પરીક્ષા આપી હતી. ગુરુવારે ગુજકેટની પરીક્ષા નું પરિણામ જાહેર થવા પામ્યું હતું

જેમાં પાટણ જિલ્લામાં સૌથી વધુ 120 માંથી 118.75 ગુણ અને 99.99 pr મેળવી પ્રથમ ક્રમે રહ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ ગુણ સાથે પ્રથમ ક્રમે આવતા શાળા સંકુલ સહિત પરિવારમાં આનંદની લાગણી જોવા મળી હતી.વંશ પટેલે જણાવ્યું હતું કે હું કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માગું છું અને આ સ્વપ્ન પૂર્ણ કરવા માટે સાયન્સમાં પ્રવેશ લીધા બાદ એકમાત્ર એન્જિનિયર બનવાનું સપના સાથે શૈક્ષણિક કાર્ય અને ગુજકેટ ની પરીક્ષા ની તૈયારી શરૂ કરી હતી રોજનું 10 કલાક જેટલું વાંચન કરતો હતો વાંચનમાં વધુમાં વધુ સમય આપી શકું તે માટે મિત્ર વર્તુળમાં ફરવાનું અન્ય શોખ બંધ કરી દીધા જ્યારે જિલ્લામાં હું પ્રથમ નંબરે આવ્યો છું. મારી મહેનત રંગ લાવી છે.

અન્ય સમાચારો પણ છે...