પાટણ પાલિકામાં વિવાદ:નવા એન્જિનિયર હાજર થતાં જ ઈન્ચાર્જ રજા પર, એજન્સી એ કહ્યું પેમેન્ટ પછી જ કામ થશે,ચૂકવણુ અટકી જતાં પેચવર્ક કામગીરી ખોરંભે પડી​​​​​​​

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સ્થાપના દિવસની ઊજવણી નિમિત્તે તાત્કાલિક બનાવેલા રોડ રસ્તાના બિલ ન બનતા ચુકવણી અટકી પડી

પાટણ શહેરમાં વિકાસની કામગીરીમાં એક યા બીજા કારણસર અવરોધો ઉભા થયા કરે છે જેમાં વરસાદ બંધ થતાં વિવિધ માર્ગો દુરુસ્ત કરવાના હતા ત્યારે બાંધકામ શાખાના પૂર્વ ઇન્ચાર્જ એન્જિનિયર રજા પર ઉતરી જતા અને તાજેતરમાં થયેલી કામગીરીના બીલો ન બનતા એજન્સીએ માર્ગોની દૂરસ્તી કરવા ઇનકાર કરી દેતા આખરે નગરપાલિકા તંત્રને ખાડા પુરવા માટે કામે લાગુ પડ્યું છે. જેમાં અંદાજે 200 જેટલા ઠેકાણે માટી વગેરેથી હંગામી મરામત કરવામાં આવી છે.જોકે આવી સ્થિતિમાં આગામી સમયમાં વિકાસ કામો ઉપર અસર પડવાની સ્થિતિ સર્જાઈ છે.

નવીન કેડરના સિવિલ એન્જિનિયર મૌલિન પટેલની નિમણૂક
નગરપાલિકામાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નવીન કેડરના સિવિલ એન્જિનિયર મૌલિન પટેલની નિમણૂક કરવામાં આવી છે. તે પહેલા આ જગ્યાનો ચાર્જ બાંધકામ શાખાના સુપરવાઇઝર મણીભાઈ પટેલ પાસે હતો. આ દરમિયાન રાજ્યના સ્થાપના દિવસની ઊજવણી પાટણ ખાતે થતાં તાત્કાલિક ધોરણે કેટલાક રોડ રસ્તા ઉપર ડામર સીસીરોડ કામગીરી કરવામાં આવી હતી.

નવીન એન્જિનિયર હાજર થતા ઇન્ચાર્જ એન્જિનિયર રજા પર
જેના બિલો બનાવવાના બાકી હતા તે દરમિયાન નવીન એન્જિનિયર હાજર થતા ઇન્ચાર્જ એન્જિનિયર રજા પર ઉતરી જતા અંદાજે રૂ. બે કરોડથી વધારે રકમના કામોનું એજન્સીને ચૂકવણું ન થતાં ઇજારદાર એજન્સી દ્વારા ચોમાસા પછી રોડ રસ્તાના પેચ વર્કની કામગીરી કરવાનો ઇનકાર કરી દેતા પાકુ પેચ વર્ક થઈ શક્યું નથી. જોકે લોકોને તકલીફ પડતી હોવાથી પાલિકા બાંધકામ શાખા દ્વારા 200 થી વધુ સ્થળોએ રસ્તા ઠીક કરાયા હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

કામો અટકી નહિ પડવા દેવાય : એન્જિનિયર
બાંધકામ શાખાના એન્જિનિયરના જણાવ્યા મુજબ હું હાજર થયો તે પહેલાના બિલો જે તે વખતના ઇજનેરે બનાવવાના હોય કારણ કે તેમનું સુપર વિઝન રહેતું.વધુમાં તેમણે કહ્યું કે બિલ ન બનવાથી કામો અટકી પડે તેવી પરિસ્થિતિ પેદા નહીં થવા દેવાય. પેચ વર્કની એજન્સી દ્વારા કામ શરૂ ન થતાં બાંધકામ શાખા દ્વારા શહેરના ખાડા પૂરવાની કામગીરી ચાલું છે તેમ બાંધકામ શાખાના અન્ય સૂત્રોએ જણાવ્યું હતું.

મારા કારણે કામ અટવાયા તેવું નથી : ઇ.એન્જિનિયર
આ અંગે પૂર્વ ઇન્ચાર્જ એન્જિનિયર મણીભાઈ પટેલે જણાવ્યું હતું કે બીમારીના કારણે રજા પર છું. પરંતુ હાલ હું એન્જિનિયર નથી. અગાઉના મારા વગરના બિલો બાકી નથી .એટલે હું રજા પર હોવાથી બિલો ન બનતા કામ અટવાઈ પડ્યા એવું નથી. નવા એન્જિનિયર બિલ બનાવતા નથી તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...