પાટણવાડા સમાલ ગોળ રોહિત સમાજ સેવા ટ્રસ્ટ આયોજિત સમાજના દિકરા અને દિકરીઓ માટેના છાત્રાલય તેમજ સમાજના શૈક્ષણિક સંકુલનું પાટણ શિહોરી માગૅ પર બુધવારના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, જુગલસિંહ લોખંડવાલા, જીઆઇડીસીના પૂર્વ ચેરમેન બળવંતસિંહ રાજપૂત, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર,જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, રણછોડભાઈ દેસાઈ, ગાંધીનગર જિલ્લાના પ્રભારી મોહનભાઈ પટેલ, પૂર્વ મંત્રી નારણકાકા, પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ સહિતના મહાનુભાવો દ્વારા સમાજના કન્યા અને કુમાર છાત્રાલયના નિર્માણ માટે એમના સાંસદ ફંડમાંથી લાખો રૂપિયાનું ડોનેશન જાહેર કરાયું. આ ઉપરાંત રાજકીય આગેવાનો દ્વારા રૂમના દાનની જાહેરાત કરાઈ.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે સમાજની કન્યાઓને ભણાવવા તેમજ શિક્ષિત સમાજના નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કરી પાટણમાં કોઈ સારા ચોકમાં સંત શ્રી રોહિદાસ ની પ્રતિમા પ્રસ્થાપિત કરવા સુચન કર્યું હતું.
શૈક્ષણિક સંકુલ સહિત કુમાર-કન્યા છાત્રાલયના નિમૉણમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે એમની ગ્રાન્ટમાંથી રૂ. 15 લાખ, બલવંતસિંહ રાજપૂત 11 લાખ, સાંસદ દિનેશભાઈ અનાવાડીયા 10 લાખ, જુગલજી ઠાકોર 10 લાખ, વિનોદ ચાવડા 10 લાખ, રણછોડભાઈ દેસાઈ 5 લાખ, કે.સી.પટેલ 2.50 લાખ, નારણકાકા 2.50 લાખનું દાન મળી કુલ 90 લાખના માતબર દાનની સરવાણી વહાવી સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.