પાટણમાં રહેતા એક યુવાને સિદ્ધપુરની તેની પત્ની પાસે ગાડી લાવવા દહેજ પેટે રૂ. 2 લાખની માગણી કરી મારઝૂડ કરી ઘરેથી કાઢી મુકી હતી. આ અંગે યુવતીએ પીયર સિદ્ધપુર જઈ પતિ, સસરા, સાસુ અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સિદ્ધપુર શહેરમાં રહેતી હિનાબેન બલોચનાં લગ્ન સાત વર્ષ અગાઉ પાટણના બલોચ મોહસીન મોહમ્મદખાન સાથે થયાં હતા. જેમના લગ્ન જીવન દરમિયાન સંતાનમાં બે દીકરીઓ છે. તેમના લગ્નજીવનમાં સાસુ, નણંદ અને સસરાની ચઢામણીથી પતિ દ્વારા 19 ડિસેમ્બરે દહેજ પેટે ગાડી લાવવા બે લાખની માગણી કરી હતી. તેઓ આ બાબતે ઇનકાર કરતાં મારઝૂડ કરી ઘરેથી કાઢી મૂકી હતી. આ અંગે પરિણીતાએ સિદ્ધપુર પોલીસ મથક બલોચ મોહસિન મોહમ્મદખાન, બલોચ સકીના મોહમ્મદખાન, બલોચ મોહમ્મદખાન અહમદખાન અને બલોચ શબાનાબેન મોહમ્મદભાઈ (રહે.તમામ પાટણ) સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.