તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રાસ:પાટણની પરિણીતા પાસે દહેજ પેટે રૂ. 5 લાખ માગી કાઢી મૂકતાં 9 સામે ફરિયાદ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરની પરીણિતા પાસે દહેજ પેટે પતિઅે રૂ. 5 લાખની માંગણી કરી ઘરેથી કાઢી મુકતાં પરણિતાઅે મહિલા પોલીસ મથકે પતિ સહિત નવ સભ્યો સામે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પાટણ શહેરના ખોખરવાડો વિસ્તારના સ્નેહાબેન નરેશભાઇ ભીલનાં લગ્ન જીવનને અાઠ વર્ષના સમય ગાળામાં છેલ્લા અેક વર્ષથી સાસરીયામાં ઘરકામ બાબતે અને નાની નાની વાતમાં ઝઘડા ચાલુ થયેલા હતા અને પતિઅે દહેજ પેટે રૂ. 5 લાખની માંગણી કરીને શારીરીક માનસિક ત્રાસ અાપવા લાગ્યા હતા. તારીખ 09/04/2021ના રોજ ગડદાપાટુનો માર મારી ઇજાઅો કરી ઘરેથી કાઢી મુકી હતી. અા અંગે પરણિતાઅે મહિલા પોલીસ મથકે પતિ સહિત નવ સભ્યો સામે ગુનો નોંધાયો હતો. મહિલા પોલીસે દહેજધારા સહિતની ફરિયાદ નોંધી છે.

આરોપીઓનાં નામ
ભીલ નરેશભાઇ દેવચંદભાઇ, ભીલ મંજુલાબેન દેવચંદભાઇ, ભીલ શૈલેષભાઇ દેવચંદભાઇ, ભીલ ભાવનાબેન શૈલેષભાઇ, રાણા ભારતીબેન પ્રવિણભાઇ, ભીલ પ્રવિણભાઇ વિરાજી, અચર શકુબેન દેવકુમાર, ભીલ કિર્તીભાઇ મફતલાલ અને ભીલ મજુલાબેન કિર્તીભાઇ (રહે.તમામ ખોખરવાડો તા.પાટણ)

અન્ય સમાચારો પણ છે...